Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શિવસૃષ્ટી સોસાયટીમાં પેવર રી-કાર્પેટ

 વોર્ડ નં. ૧૦ ના કાલાવડ રોડ પર આવેલ શિવસૃષ્ટિ સોસાયટીમાં પેવર રોડ રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ તકે પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન છાયા, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી પ્રવિણભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, ભાજપ અગ્રણી મનીષભાઇ ડેડકીયા, જયસુખભાઇ બારોટ, સ્થાનીક રહેવાસીઓ હીતાબેન, શારદાબેન, નીતાબા, સુનીતાબેન, જાનકીબેન, અનીતાબેન, નીતાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:01 pm IST)