Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કેસરી હિન્દ પુલ પાસે 'હિટ એન્ડ રન' : અજાણ્યા વાહનની ઠોકરે ઇશ્વરભાઇનું મોત

સફાઇ કામદાર પ્રૌઢ ચાલીને જતા હતા : સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો

રાજકોટ,તા. ૨૯ : કેસરી હિન્દ પુલ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ચાલીને જઇ રહેલા સફાઇ કામદાર પ્રૌઢને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મળીત વિગત મુજબ મોચી બજારમાં ખાડામાં રહેતા સફાઇ કામદાર ઇશ્વરભાઇ રામજીભાઇ સોલંકી (ઉવ.૫૨) ગઇ કાલે ચાલીને જતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા પ્રૌઢ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોનક્ષ્સ. અશ્વીનભાઇ રાઠોડે કાર્યવાહી કરી હતી. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 

(2:50 pm IST)