Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ૨ દિ'ની ઝુંબેશમાં ૩૫ હજાર ફોર્મ ઉમેરાયા

કુલ ૫૫ હજારથી વધુ નવા નામો ઉમેરાશે : રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ ૧૩ હજાર નામો ઉમેરવા અરજી

રાજકોટ તા. ૨૯ : કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, શનિ-રવિ બે દિવસ બુથ ઉપર સવારે ૧૦ થી ૫ દરમિયાન મતદારો માટે ખાસ ઝુંબેશ રખાઇ હતી અને આ બે દિવસની ઝુંબેશને સારો પ્રતિસાદ સાંપડયાનું, કોઇ ગેરરીતિ નહિ જણાયાનું અધિકારીઓએ ઉમેર્યુ હતું.

સૂત્રોએ જણાવેલ કે બે દિવસની ઝુંબેશમાં કુલ ૩૫ હજાર જેટલા ફોર્મ નં. ૬ નામ ઉમેરવા માટે ભરાયા હતા, રવિવાર કરતા શનિવારે ખાસ ધસારો જોવા મળ્યો હતો, હવે આવતીકાલે ફોર્મ ભરવા અંગેનો છેલ્લો દિવસ છે, ત્યારબાદ સ્કુટીની થશે, ડેટા એન્ટ્રી કરાશે અને જાન્યુઆરીમાં ફાઇનલ મતદાર યાદી જાહેર થશે.

ચૂંટણી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ વખતે ૫૫ હજારથી વધુ નવા મતદારો ઉમેરાશે, આ ઉપરાંત નામ કમી, નામ સુધારણા, સ્થળાંતર અંગેના થઇને ૭૫ હજારથી વધુ ફોર્મ આવ્યા છે, હાલ રાજકોટ શહેર - જિલ્લામાં ૨૨ લાખ ૩૧ હજારથી વધુ મતદારો છે, જે આંકડો હવે જાન્યુઆરીમાં ૨૨ લાખ ૭૫ હજાર થાય તેવી શકયતા છે.

વિધાનસભા વાઇઝ જોઇએ તો સૌથી વધુ રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં ૧૩ હજાર નવા ફોર્મ ઉમેરાયા છે, સૌથી ઓછા ધોરાજી ક્ષેત્રમાં ૪ હજાર આસપાસ ભરાયા છે, આ ઉપરાંત રાજકોટ પૂર્વ ૭૨૦૦, રાજકોટ પશ્ચિમ ૧૦૮૭૫, દક્ષિણ ૬૨૦૦, જસદણ - ૫૬૦૦, જેતપુર - ૪૭૦૦, ગોંડલ ૫૫૦૦ આસપાસ નામો ઉમેરાશે, ફાઇનલ આંકડો આજે બપોરે જાહેર થાય તેવી શકયતા છે.

(11:25 am IST)