Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

૧ લી ડિસેમ્બરે 'વિશ્વ એઇડ્સ દિન'

કાલે વિરાણી સ્કુલમાં ૧૫૦૦ છાત્રો રેડ રીબીન બનાવશે

શનિવારે વોક ફોર એઇડ્સ રેલી-સેમીનારઃ ૧ હજાર લાલ ફુગ્ગાની રેડ રીબીન હવામાં તરત મુકાશેઃ રાત્રે કેન્ડલ લાઇટ રીબીન બનાવશે

રાજકોટ, તા.૨૯: ૧ લી ડિસેમ્બર ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે તા.૨૯ થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી વિવિધ ૧૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજે એઇડ્સ પ્રિવેનશન કલબ દ્વારા પંચશીલ સ્કૂલ ખાતે ધો.૮ થી ૧૨ના છાત્રો દ્વારા ભવ્ય કેન્ડલ લાઇટ રીબીન બનાવવામાં આવી હતી. આ તકે શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો.ડી.કે.વાડોદરીયા, તથા ચેરમેન અરૂણ દવે ઉપસ્થિતિ રહીને આ વર્ષનું લડત સુત્ર ''નો યોર સ્ટેટસ''ની સમજ અપાઇ હતી જેમાં ૫૦૦ની વધુ છાત્રાએ ઉત્સાવ ભેર ભાગ લીધો.

એઇડ્સ પ્રિવેનશન કલબ દ્વારા કાલે ૩૦મી એ સવારે ૦૮:૩૦ કલાકે વિરાણી સ્કૂલ ખાતે ધો.૮થી ૧૨ના કુલ ૧૫૦૦ છાત્રો દ્વારા રેડ રીબીન નિર્માણ કરાશે. ૧ લી ડિસેમ્બર શનીવાર. વિશ્વ એઇડસ નિમીતે કણસાગરા મહિલત કોલેજ રાષ્ટ્રીય સેવા યુનિટ તથા કે.જે. કોટેચા સ્કૂલની કુલ ૨૦૦૦ છાત્રોની વિશાળ જનજાગૃતી રેલી વોક ફોર એઇડસ સવારે ૦૮:૩૦ કલાકે યોજાશે. આ રેલી કલસાગરા કોલોજથી કાલાવઢ રોડ, અંડર બ્રિજ થઇને કિશાનપરા ચોક સુધી જશે. જે પરતએ જ રૂટ પર ફરશે. આ આયોજનમાં પ્રિન્સીપાલ ડો. કાલરીયા, પ્રો.આર.સી.પરમાર સહયોગ આપશે. આ તકે મેયરશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આજ દિવસે બપોરે ૧ કલાકે કોટેચા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ રેડ રીબીન બનાવશે. તથા ધો. ૮થી૧૨ના છાત્રો માટે એઇડસનો સેમીનાર યોજવામાં આવશે જેમાં ડો. આશીષ બાવીસી અને ડો.સોના મીત્રા સમજ આપશે. આ જ દિવસે સાંજે ૫ વાગે મહાનગરપાલીકાના પટાંગણમાં એક હાજર લાલફુગાની વિશાળ રેડ રીબીન હવામાં તરતી મુકવામાં આવશે. જેમાં કોપોરેશનના પદાધીકારીઓ અને અધિકારીઓ હાજર રહેશે. સાંજે ૭ વાગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ત્રિકોણ બાગ ખાતે પી.ટી.સી. કોલેજની છાત્રાઓ કેન્ડલ લાઇટ રીબીન બનાવશે.

૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડસ દિવસે સવારે ૮:૩૦ કલાકે રાજકોટ શહેર જિલ્લાની ૧૬૦૦થી વધુ શાળાઓ છાત્રો દ્વારા રેડ રીબીન બનાવાશે વિજ્ઞાન શિક્ષક એઇડસની સમજ આપશે આ પ્રોજેકટમાં ધોરણ.૯ થી ૧૨ના અઢી લાખથી વધુ છાત્રો જોડાશે. આ આયોજનમાં જિલ્લા શિક્ષણાધીકારી સગારકા, પીયુષભાઇ હિંડોચા, સ્વર્નિભર શાળાના પ્રમુખ અજય પટેલ મંત્રી અવધેશ કાનવડ સહયોગ મળેલ  છે. ૧ લી ડિસેમ્બરથી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી દર સોમ, બુધ, શુક્ર, ડો.ઠકકર હોસ્પિટલ ખાતે પ્રદર્શન તથા નિદાન સારવાર ટેસ્ટિગનો વિના મુલ્યે કેમ્પ સતત ૩ માસ યોજેલ છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

તા.૩ને સોમવારે સવારે ૮:૩૦ કલાકે જી.ટી. શેઠ સ્કૂલ, કેે.ક.ેવી. ચોક કાલાવાડ રોડ ખાતે ૧૫૦૦ છાત્રોની રેડ રીબીન તથા ધો.૯થી૧૨ના છાત્રો માટે એઇડસનો સેમીનાર યોજવામાં આવેલ છે. સમગ્ર આયોજનમાં ચેરમેન અરૂણ દવે, સેક્રેટરી વિશાલ કમાણી, મિલન દવે, હિમાની ઉપાધ્યાય વિગેરે કમીટી મેમ્બર સંભાળી રહ્યા છે. વિશેષ માહિતી માટે. મો. ૯૮૨૫૦ ૭૮૦૦૦ સંપર્ક સાધવો. કાર્યક્રમમાં જોડાવા માંગતા તથા શાળા કોલેજમાં સેમીનાર યોજવા સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

(4:07 pm IST)