Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રેસકોર્ષ શિવમયઃ ૬૦૦ જાનૈયા શિવજીના લગ્નમાં જોડાયા

રાજકોટ : શ્રી નવનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષ મેદાનમાં શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે શિવ વિવાહમાં ૬૦૦ લોકો જાનમાં જોડાયા. કન્યા પક્ષે ૪૦૦ લોકોએ કન્યાદાનમાં લાભ લીધો. કોર્પોરેટર રૈયાણી પરિવાર દ્વારા કન્યાદાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા શિવજીની જાનનું આયોજન રેસકોર્ષના ગ્રાઉન્ડમાં શિવકથાના ૬ઠ્ઠા દિવસે શિવવિવાહનું અદ્દભુતને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બોલબાલા ટ્રસ્ટ દ્વારા ૬૦૦ વ્યકિતઓ સાથે શિવજીની જાનમાં આવ્યા હતા જે વાજતે-ગાજતે કોર્પોરેટર રૈયાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું સાથે માંડવા પક્ષે માં બ્રહ્મ પરિવાર પણ જોડાયો હતો. રૈયાણી પરિવાર દ્વારા શિવજીની જાનમાં આવેલ બધા જાનૈયાનું ખુબ જ ઉમળકા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિવ વિવાહમાં મહેેન્દ્રભાઇ શાહ દ્વારા શિવ તાંડવ કરવામાં આવ્યું હતું. જેનો લગભગ ૧૫૦૦ ભકતોએ લાભ લીધો હતો. આ શિવકથા શિવ વિવાહમાં બ્રહ્મ સમાજ અગ્રણીઓેએ ખાસ હાજરી આપી હતી જેમાં દર્શીતભાઇ જાની, જનાર્દનભાઇ આચાર્ય, નિલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, માલતીબેન, શોભનાબેન હાજર રહયા હતા. આ સાથે રાજકોટની સેવાકીય સંસ્થા બજરંગમિત્ર મંડળ,સી જે ગૃપ, રામેશ્વર મહાદેવ મંદિર (લક્ષ્મીનગર) અને સર્જન ફાઉન્ડેશન દ્વારા વ્યાસપીઠ ધવલભાઇ જોષી (શાસ્ત્રી)નું સન્માન કરવામાં આવ્યું હતું. શિવકથામાં શિવવિવાહમાં શાસ્ત્રીજી ધવલભાઇ જોષી દ્વારા શિવ વિવાહનોમહિમા અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ શિવ વિવાહમાં મુખ્ય મહેમાન તરીકે સુરેશભાઇ રૈયાણી પરિવાર દ્વારા પાર્વતીજીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. હાર્દિકભાઇ રૈયાણી તથા દીપભાઇ રૈયાણી બંને ભાઇઓએ સજોડે કન્યાદાન કર્યું હતું. મહેમાનોનો ધર્મેશભાઇ જાની અને મીલનભાઇ શુકલે આભાર વ્યકત કર્યો હતો. (મો. ૯૭૧૨૭ ૩૩૧૩૧, ૯૭૨૪૨ ૦૦૦૦૧) કથામાં દરરોજ પ્રસાદીરૂપે સિદ્ધ કરેલા રૂદ્રાક્ષનો પ્રસાદ વિનામુલ્યે આપવામાં આવે છે.

(3:51 pm IST)