Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જેસીઆઇ ઇન્ડિયા ઝોન ૭ વાર્ષિક અધિવેશનમાં 'રાજકોટ યુવા'નો દબદબો : બીજા ક્રમાંકે

રાજકોટ : જેસીઆઇ ઇન્ડિયા ઝોન ૭ નું વાર્ષિક અધિવેશન જેસીઆઇ જામનગરના આંગણે યોજાયુ હતુ. જેમાં ૩૫૦ થી વધારે જેસી, જેસીરેટ, જેજે, જેસીલેટસ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આખા વષર્વની કામગીરીને ધ્યાને લઇને અલગ અલગ કેટેગરીવાઇઝ એવોર્ડ એનાયત કરાતા રાજકોટ જેસીઆઇ યુવાને બીજા ક્રમાંક પર આઉટ સ્ટેન્ડીંગ લોમનો એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત બીજા ૧૦ એવોર્ડ મેળવનારાઓમાં આઉટ સ્ટેન્ડીંગ પ્રેસીડેન્ટ રનર જેસી મિતેષ પટેલ, આઉટ સ્ટેન્ડીંગ લોમ રનર જેસી મિતેષ પટેલ, આઉટ સ્ટેન્ડીંગ જેસીરેટ ચેરપર્સન જેસીરેટ ક્રિના માંડવીયા, આઉટ સ્ટેન્ડીંગ જેસીરેટ વીંગ વિનર, આઉટ સ્ટેન્ડીંગ જેજે ચેર પર્સન વિનર જેજે પ્રિયાંશી રૂપારેલ, આઉટ સ્ટેન્ડીંગ જેજે વીંગ વિનર, આઉટ સ્ટેન્ડીંગ બિઝનેશ રનર, આઉટ સ્ટેન્ડીંગ જી એન્ડ ડી વિનર, આઉટ સ્ટેન્ડીંગ ન્યુ જેસી રનર જેસી અમન ચંદારાણા, આઉટ સ્ટેન્ડીંગ લેડી રનર જેસી સ્વાતિ રાજયગુરૂ, આઉટ સ્ટેન્ડીંગ જેસી વીક વિનરનો સમાવેશ થયેલ છે. ઝોન પ્રેસીડેન્ટ જેસીઆઇ સેન હિતુલ કારીયા દ્વારા આ અધિવેશનમાં એવોર્ડ જાહેર કરાયા હતા. રાજકોટ યુવાના કુલ ૨૯ સભ્યોએ વિવિધ કેટેગરીમાં એવોર્ડ હાંસલ કરેલ. જેમાં મિતેષ પટેલ, અશ્વિન ચંદારાણા, ગીરીશ ચંદારાણા, રચના રૂપારેલ, ધર્મેન રૂપારેલ, પ્રિયાંશી રૂપારેલ, મનિષ પલાણ, ગોપાલ ઠકકર, ભાર્ગવ ઉનડકટ, કુંજલ ઉનડકટ, ધ્રુવા ઉનડકટ, ઉમા રાડીયા, કુશલ રાડીયા, પ્રફુલ પટેલ, રૂષિતા પટેલ, હેતવી પટેલ, પ્રેશા પટેલ, પલક ચંદારાણા, ખ્યાતિ પાટડીયા, કૃણાલ પાટડીયા, સંગીતા રાજાણી, યુગ આર્યા, શેલ ચંદારાણા, વંશ ગગલાણીએ ભાગ લીધો હતો. જે બદલ રાજકોટ યુવા ટીમ જેસીઆઇ સેન મિતુલ કારીયા ઝોન પ્રેસીડેન્ટ, જેસીઆઇ સેન ભરત પટેલ ઝોન -૭ લીડર અને જેસીઆઇ સેન અશ્વિન ચંદારાણા પાસ્ટ નેશનલ ડીરેકટરનો આભાર વ્યકત કરાયો હતો.

(3:33 pm IST)