Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઓર્ગેનિક સફેદ શેરડી રૂ.૨૫૦ની મણ

રાજકોટ નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા :લીંબુ રૂ.૬૦ના કિલો* મધ રૂ. ૨૪૦નું કિલો* ઓર્ગેનિક શાકભાજી, વિવિધ ફળો સહિત અનેક વસ્તુ રાહતદરે

વિવિધ જાતના કઠોળ, તલ, તુવેરદાળ, ચણાની દાળ, મગ, મઠ, અડદ અને ચણાનો લોટ મળશે તેમજ ગાય આધારીત ગોનાઇલ ઘરમાં પોતા કરવા માટેનું લીકવીડ મળશે આ બધી ચીજવસ્તુઓ ખેડૂતોએ જાતે તૈયાર કરેલી છે.

ઓર્ગેનિક શાકભાજીઃ નાના ખેડૂતો પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી તૈયાર કરીને અહીં સીધા વેચવા આવે છે.

ઓર્ગેનિક સફેદ શેરડીઃ વર્ષોથી આ ખેડૂત પોતાના ખેતરમાં ઓર્ગેનિક ચીજ વસ્તુઓ તેૈયાર કરે છે આ વર્ષે સફેદ શેરડીનું વાવેતર કરેલ અને સંપૂર્ણપણ ઓર્ગેનિક પદ્ધતિથી આ શેરડીનો ઉછેર કરેલ છે. સ્થળ પર ખેડૂત જાતે શેરડી વેચવા આવે છે.એક મણના રૂ. ૨૫૦/- લેખે અહીં વેચાણ થશે. બજારમાં અત્યારે એક મણના રૂ. ૩૫૦/- થી ૪૫૦/- ના હિસાબે શેરડી વેચાતી હોય છે.

ઓર્ગેનિક લીંબુઃ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી લીંબુનુ ઉત્પાદન લીધું છે એક કિલોના રૂ. ૬૦/- લેખે અહીં વેચાણ થશે અને ખેડૂત પોતાનું ઉત્પાદન જાતે વેચવા આવશે એટલે વેચાણની વચલી કડી નાબુદ થાય છે.

ફીંડલા સરબત : હાથલા થોરના ફળ માંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ. ૨૦૦/-ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી.પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦/-માં સરબતની બોટલનું વેંચાણ થાય છે. ફીંડલા સરબત એ હેમોગ્લોબીનનો ખજાનો છે તેમાંથી લોહતત્વ ખુબ મળે છે. આ સરબત પીવાથી ગરીબ લોકોને સીધી રોજગારી મળે છે. તહેવારોમાં ફીંડલા સરબત વધુમાં વધુ ઉપયોગ થાય તે  ખુબ જરૂરી છે. આના ઉપયોગથી કેમીકલ વાળા પીણાનો ઉપયોગ ઘટશે.

મધ (પ્રવાહી સોનું) : અહીં માત્ર રૂ. ર૪૦/- ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે. મધ એ પૃથ્વી ઉપરનું અમૃત ગણાય છે. મધ રોટલી નાસ્તામાં ખાઇ શકાય. પાણી સાથે અને આદુ-લીબુ સાથે પી શકાય.

અગરબતીઓ :ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરાવમાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી  રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

 ફુલછોડ :  કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોવેરા જયુસ સપ્તચુર્ણ રાહત દરે મળશે : લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.

હાથે ખાંડીને બનાવેલા વિવિધ જાતના આયુર્વેદિક દેશી ઓસડીયા મળશે.

રાહત દરે વિતરણ : 

(૧) આમળાં પાવડર (ર) પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દુધ સાથે લેવું) (૪) ફુદીના પાવડર (પ) લેમન હરબલ ટી પાવડર (૬) લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર (દુધ સાથે લેવું) (૮) કાચી ડેરીનો પાવડર (૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦% ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આવે છે અને તાત્કાલિક સરબત બનાવી શકાય છે અને સ્ફૂર્તિ મળે છે અને આ ખેત પેદાશમાંથી તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડૂતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું પેકેટ રૂ. ૧૩/- મા મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦-પેકેટ આવતા હોય છે.

સુપ : પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે

(૧) પાલક સુપ, કારેલા સુપ, મકાઇના સુપ, ટમેટા સુપ : ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુદ્ધ કરે, વિટામીન-સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૪૫/- લેખે મળશે.

બધા જ સુપો ૧૦૦% નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

કાર્યક્રમઃકોર્પોરેશનનું મેદાન, ૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, જેડ બ્લ્યુ શો-રૂમની સામે, રાજકોટ ખાતે

તા.૨-૧૨-૨૦૧૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે. વધારે વિગતો માટે

વી.ડી. બાલા મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.(૧.૨૩)

ઓર્ગેનિક સફેદ શેરડી, લીંબુ, ઓર્ગેનિક શાકભાજી,ફીંડલા સરબત, ફુલછોડ તથા પ્યોર મધનું રાહતદરે વિતરણ થશે

* હાથ વણાટના દરેક જાતના પાપડ

*વિવિધ જાતના લોખંડના વાસણો મળશે

*વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

*વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે.

*વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

*કઠોળ ફણગાવવાના ડબ્બા રૂ.૫૦/-

*દેશી મુખવાસ

*વિવિધ જાતના માટીના વાસણો મળશે

*લીલા નાળિયેર કિંમત રૂ. ર૦/-

*પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ. ૫/-

*પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા : કિંમત રૂ. ૧૦/-

*રાહત દરે લીંબડા સાબુ

(3:32 pm IST)