Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વન્ડર ચેસ કલબ દ્વારા શનિ-રવિ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ

૪ કેટેગરીમાં આયોજન : ૩૮૦૦૦ નો રોકડ પુરસ્કારઃ સ્પોટ એન્ટ્રી

રાજકોટ તા ૨૯ : વન્ડર ચેસ કલબ રાજકોટ તથા મીનાસ મેરિડેન બેંકવેટ રાજકોટ આયોજીત તેમજ દેવ મોટર્સ રાજકોટના સહયોગથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે

ડો. રાહુલ ગુપ્તા (કલેકટર રાજકોટ જીલ્લા), બંછાનિધિ પાની (કમીશ્નર આર.એમ.સી) મનોજ અગ્રવાલ (કમિશ્નર ઓફ પુલીસ) ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહીત કરશે.ં

ટુર્નામેન્ટમાં સ્પોટ એન્ટ્રી સ્વીકારવામાં આવશે. ઓપન કેટેગરીમાં ભાગ લેનારખેલાડી  મિત્રો તા. ૦૧/૧૨ શનિવારના બપોરે ૧.૩૦ કલાકેહાજર થવાનું રહેશે. તથા પ્રથમ રાઉન્ડ શાર્પ ૨.૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. બાળકોમાં તા.૦૨/૧૨ રવિવારના રોજ ૮.૩૦ કલાકેસ્થળ પર હાજર થવાનું રહેશે. તથા પ્રથમ રાઉન્ડ શાર્પ ૯.૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. કુલ પાંચ રાઉન્ડ રહેશે.

ભાગ લેનાર દરેક ખેલાડીને ૦૧/૧૨ના ડિનર તથા ૦૨/૧૨ ના બપોરે લંચની વ્યવસ્થા ગોૈરવ ત્રિવેદી, વન્ડર ચેસ કલબ તરફથી રાખવામાં આવેલ છે. બહારગામથી આવતા ચેસ પ્લેયરો માટે રહેવાની ડોર્મેટરી સગવડ રાખેલ છે.

ભાગ લેનાર દરેક ખેલાડીએ પોતાનો ચેસ સેટ અને ચેસ કલોક સાથે લાવવાની રહેશે. સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઇ ભગત (દેવ મોટર્સ), જીમ્મીભાઇ દક્ષિણી, નાગરીક બેન્ક, મુકેશભાઇ ભટ્ટ તથા નટુભાઇ સોલંકી ગેસફોર્ડ ચેસ કલબનો ખુબ જ સહયોગ પ્રાપ્ત થયેલ છે તથા ટુર્નામેન્ટ કન્વેનર કિશોરસિંહ જેઠવા સેક્રેટરી ગોૈરવ ત્રિવેદી, પર્યંક કાટકોરીયા, ડાયરેકટર અભય કામદાર, જય ડોડિયા, વલ્લભભાઇ પીપળીયા, દીપકભાઇ જાની જહેમત ઉઠાવી રહેલ છે.

વધુ વિગત ભાટે ગોૈરવ ત્રિવેદી મો. ૯૯૧૩૫૮૯૨૦૮, કિશોરસિંહ જેઠવા મો. ૯૯૨૫૨ ૪૮૨૫૧, અભય કામદાર મો.૭૯૮૪૮ ૪૨૬૨૫ નો સંપર્ક કરવા જણાવાયું છ તસ્વીરમાં ટુર્નામેન્ટની વિગતો વર્ણવતા વન્ડર ચેસ કલબના આગેવાનો નજરે પડે છે (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:28 pm IST)