Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ધો.૧૦ની પરીક્ષાના ફોર્મ તા.૧૦ ડીસે.સુધી ભરી શકાશે

શિક્ષણ બોર્ડે મુદ્દતમાં કર્યો વધારો-૧૧થી ૩૧ ડીસે.સુધી લેઇટ ફી સાથે સ્વીકારાશે

રાજકોટ તા.૨૮: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ૨૦૧૯માં પરીક્ષા  લેવાનાર છે ત્યારે પરીક્ષા વિભાગે આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. ધો.૧૦ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જોગ બોર્ડે જણાવેલ છે કે ધો.૧૦ માર્ચ-૨૦૧૯ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની છેલ્લી તા.૦૧-૧૨-૨૦૧૮ હતી જે વધારીન ૧૦-૧૨-૨૦૧૮ કરવામાં આવે  છે ચલણ ત્યારબાદ પણ ભરી શકાશે. તેમજ તા. ૧૧-૧૨-૨૦૧૮થી તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફીના તબક્કાઓ અને ફી નીચે મુજબ રહેશે.

જેમાં પ્રથમ તબક્કો તા. ૧૧-૧૨-૨૦૧૮થી ૨૦-૧૨-૨૦૧૮ સુધી લેઇટ ફી.રૂ. ૨૫૦/-, દ્વિતીય તબક્કો તા. ૨૧-૧૨-૨૦૧૮ થી ૩૦-૧૨-૨૦૧૮ સુધી લેઇટ ફી રૂ. ૩૦૦/-, તૃતિય તબક્કો તા.૩૧-૧૨-૨૦૧૮ થી ૩૧-૧૨-૨૦૧૮ (ફકત એક જ દિવસ માટે) રાત્રીના ૧૨ કલાક સુધી લેઇટ ફી રૂ. ૨૫૦/-

ફોર્મ સ્વીકારવાની અંતિમ તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધી કોઇપણ સમયે ધો.૧૦ના કોઇપણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી લાગશે નહી. વિદ્યાર્થીઓનું Principal Approval બાકી હોય તો તે પણે તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધી કરે શકાશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુકિત આપવામાં આવેલ છે. પરંતુ લેઇટ ફી (રૂ.૨૫૦/- પ્રથમ તબક્કો), (રૂ. ૩૦૦/- દ્વિતીય તબક્કો), (રૂ. ૩૫૦/- તૃતીય તબક્કો) માંથી કોઇપણ પ્રકારના વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીને મુકિત મળશે નહીં.(૧.૨૭)

(3:22 pm IST)