Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

૧પ૦ ફુટ રીંગ રોડ, યુનિ.રોડ પરથી ૨૨ બેનરો હટાવાયા

શહેરના રાજમાર્ગો પરથી ૩૪ રેકડી-દબાણ, ૧૭ કિલો શાકભાજી-ફળ જપ્તઃ રૂ.૧.પ૧ લાખનો દંડ

રાજકોટ, તા.૨૮: મ્યુ.કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૭ દિ'માં  શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૩૪ રેંકડી-કેબીન, ૧૭ કિલો શાકભાજી-ફળો, અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ વગેરે જપ્ત કરી રૂ.૧.પ૧ લાખનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૩૪ રેંકડી-કેબીનો લક્ષ્મીનગર, મવડી મેઈન રોડ, આનંદ બજાર, આનંદ બંગલા ચોક, રૈયા રોડ, રઘુવીરપરા, કોઠારીયા રોડ, જંકશન રોડ, ધરાર માર્કેટ, આર.એમ.સી. ચોક, જયુબેલી વન-વે, યાજ્ઞિક રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, અલગ અલગ ૧૫ અન્ય ચીજ વસ્તુઓ પરાબજાર, જંકશન રોડ, સંત કબીર રોડ, ગઢીયાનગર, શ્રધ્ધા પાર્ક, ગાયત્રીનગર વિગેરે પરથી જપ્ત કરવામાં આવેલ હતી. ૧૭૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જૂની કલેકટર કચેરી પાસે, જયુબેલી વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, ૫૦ કી.ગ્રા. ધાસચારો પારેવડી ચોક પરથી જપ્ત કરવામાં આવેલ હતો. અન્ય ૧,૫૧,૩૫૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જે સોરઠીયા વાડી સર્કલ, કન્યા છાત્રાલય, રૈયા રોડ, શનિવારી બજાર, ગોંડલ રોડ, યુનિ. રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ, હનુમાન મઢી, સેટેલાઇટ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ, યાજ્ઞિક રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, લીમડા ચોક, સહકાર મેઈન રોડ, હોસ્પિટલ ચોક પરથી વસુલ કરવામાં આવેલ હતો. તેમજ રૂ/- ૫,૭૫૦/- મંડપ અને છાજલીનો ચાર્જ સંતકબીર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરમાંથી નડતરરૂપ ૨૨ બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા, જે હિંગલાજ નગર, ગોંડલ ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, યુનિ. રોડ પરથી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ ૨૬ હોકર્સ ઝોન ધરમ ટોકીઝ, જયોતિ નગર, ધરાર શાક માર્કેટ, ગોવિંદ બાગ શાક માર્કેટ, મોરબી જકાતનાકા, આજી ડેમ, પેડક રોડ, ગ્રીન લેન્ડ ચોકડી, કોઠારીયા રોડ, માંડા ડુંગર, આજી જી.આઈ.ડી.સી. વિગેરે હોકર્સ ઝોન માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.(૨૩.૧પ)

 

(3:20 pm IST)