Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

નરેન્દ્રભાઈ ૩જીએ રાજકોટમાં: જાહેરસભા

ચૌધરી હાઈસ્કૂલમાં જાહેરસભાઃ મેદાન આખો દિ' ભાડે મંગાયુઃ સમય હવે જાહેર થશેઃ સિકયુરીટી-પ્રોટોકોલ સંદર્ભે દોડધામ

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ઝંઝાવાતી પ્રવાસે રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી આગામી તા. ૩ના રોજ રાજકોટ આવી રહ્યાનું કલેકટર કચેરીના ઉચ્ચત્તમ વર્તુળોમાંથી જાણવા મળે છે.

આ સંદર્ભે કલેકટર તંત્રે અને શહેરના પોલીસ તંત્રે પ્રોટોકોલ-જડબેસલાક સિકયુરીટી અંગે તૈયારીઓ શરૂ કરી છે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે શહેર-ભાજપ દ્વારા ચૌધરી હાઈસ્કૂલનું મેદાન તા. ૩ ના આખો દિ' મોદીની સભા માટે ભાડે રખાયુ છે. નરેન્દ્રભાઈ કયારે આવશે ? તે અંગે કોઈ સમય જાહેર થયો નથી.

પરંતુ કલેકટર તંત્ર દ્વારા એરપોર્ટથી ચૌધરી હાઈસ્કૂલ સુધીના રૂટ અંગે સર્વે શરૂ કરી દેવાયો છે. સરકીટ હાઉસ ખાતે પણ કલેકટર તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે, તંત્ર ફરી ઉંધા માથે થઈ ગયું છે.

(5:03 pm IST)