Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

વિધાનસભા ૭૦ માં દિનેશભાઇના સમર્થનમાં કોંગ્રેસની મીટીંગ અને વોર્ડ વાઇઝ પદયાત્રાઓ

ભ્રષ્ટ ભાજપ સામે લોકોમાં ભારે નારાજગી : ઇન્દુભા રાઓલ

રાજકોટ તા. ૨૯ : વિધાનસભા ૭૦  માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા ડો. દિનેશભાઇ ચોવટીયાના સમર્થનમાં તાજતેરમાં  મીટીંગ અને વોર્ડમાં પદયાત્રા ગોઠવવામાં આવતા લોકોએ ઉત્સાહભેર આવકારી દિનેશભાઇને જીતાડવાના કોલ આપ્યા હોવાનું વિધાનસભા ૭૦ ના ઇન્ચાર્જ ઇન્દુભા રાઓલની યાદીમાં જણાવાયુ છે.

તેમણે જણાવેલ છે કે વિધાનસભા ૭૦ માં કુલ ૨૧૮ બુથ આવેલા છે. દરેક બુથ તેમજ મધ્યસ્થ કાર્યાલય તથા પેટા કાર્યાલયોનો સંપર્ક કરાયો હતો. જેમાં ભાજપની ભ્રષ્ટ સરકારને જાકારો આપી લોકોએ ભારે રોષ વ્યકત કરેલ. પટેલ સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી અન્ય સમાજ હોય ભાજપની વૃત્તિ હંમેશા તેમને કચડી નાખવાની રહી છે. મતદાન થકી મુહતોડ જવાબ આપવા લોકોને અપીલ કરાઇ હતી.

પદયાત્રા દરમિયાન ગૃહીણીઓએ પણ શાકભાજી અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધારા પ્રશ્ને પ્રચંડ આક્રોશ ભાજપ શાસકો ઉપર ઠાવ્યો હતો. ખેડુતોને પણ પોષણક્ષમ ભાવો મળતા નથી. આ તમામ મુદદે લોકોની નારાજગી આગામી ચુંટણીમાં વ્યકત થશે તેમ અંતમાં ઇન્દ્રવિજયસિંહ રાઓલે જણાવ્યુ છે.

(3:54 pm IST)