Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

આર.ડી. લેડીઝ કલબનો પ માં વર્ષમાં મંગલ પ્રવેશ : આગામી શ્રેષ્ઠ ૧૨ કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા. ૨૯ : મહીલાઓ એક મંચ પર આવે અને પરસ્પર સહકારની ભાવના કેળવાય તેવા હેતુથી સ્થપાયેલ આર.ડી. લેડીઝ કલબે પ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

આગામી વર્ષમાં આયોજીત શ્રેષ્ઠ ૧૨ કાર્યક્રમોની વિગતો આપતા કલબના હોદેદારોએ જણાવેલ કે પ્રથમ કાર્યક્રમ તા. ૧૯ ડીસેમબરના કોમેડી નાટક લાલી લીલા યોજવામાં આવેલ છે.

જયારે તા. ૧૧ જાન્યુઆરીના આખો દીવસ પીકનીક સાથે મોસમને અનુરૂપ નાસ્તો, સ્વરૂચી ભોજનની વ્યવસ્થા તેમજ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. તા. ૨૦ ફેબ્રુઆરીના મ્યુઝીકલ પાર્ટી જેમાં મુંબઇના સીંગર મનોરંજન જહા અને તૃપ્તીસિંહા કંઠના કામણ પાથરશે. જયારે દર્શીત કાચાની ટીમ સંગીત પીરસશે. સમગ્ર સંચાલન તેજશ  શીશાંગીયા સંભાળશે.

આર.ડી. લેડીઝ કલબના હોદેદારોમાં પ્રોજેકટ ચેર પર્સન તરીકે કિર્તીબેન પોપટ, ચેર પર્સન અને પ્રમુખ તરીકે જયોતીબેન પોપટ, ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભુપતાણી, સેક્રેટરી તરીકે મીનાબેન ખખર, કમીટી મેમ્બરોમાં રીટાબેન સેજપાલ, ભાવીકાબેન ગણાત્રા, હર્ષાબેન ચંદારાણા,

હાલ મેમ્બરશીપ રીન્યુની કામગીરી ચાલી રહી છે. નવા મેમ્બર બનવા ઇચ્છુકો માટે ૧૦% ડીસ્કાઉન્ટનો લાભ અપાશે. આ અંગની વધુ માહીતી  માટે સાંજે ૪ થી ૭ દરમિયાન ૩૦૫, ટોપાઝ આર્કેડ, ડો. યાજ્ઞીક રોડ ખાતે રૂબરૂ અથવા મો.૯૭૨૪૪ ૮૧૦૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:09 pm IST)