Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અઢી દાયકા પૂર્વે કેશુભાઇ પટેલે રાજકોટમાં ભાજપના સંમેલનને સંબોધન કર્યુ હતુ તે સમયની યાદગાર તસ્વીર

રાજકોટ : અઢી દાયકા પૂર્વે રાજકોટમાં કેશુભાઇ પટેલે ભાજપના એક સંમેલનને સંબોધન કર્યુ હતું તે સમયની યાદગાર તસ્વીર. લગભગ ૨૫ વર્ષ પૂર્વે ભાજપના ભાગલા પૂર્વેના દિવસોમાં યોજાયેલ આ સંમેલનમાં કેશુભાઇ સંબોધન કરતા નજરે પડે છે. આ તસ્વીરમાં શંકરસિંહ વાઘેલા, ચિમનભાઇ શુકલ, વલ્લભભાઇ કથિરીયા, કમલેશ જોશીપુરા, પોપટ વાલા, કરણાભાઇ માલધારી, ગુણુભાઇ ડેલાવાળા, મુકેશભાઇ ડાંગર વગેરે દ્રષ્ટિગોચર થાય છે.

(4:08 pm IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST