Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

૬૮ વર્ષના પ્રફુલભાઇ થયા કોરોના મુકત

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખુબ મહત્વના,આ નિયમને દિનચર્યાનો હિસ્સો બનાવો તો ભય નહિવતઃ પ્રફુલભાઇ શાહ

રાજકોટ : કોરોનાની મહામારીને કારણે લોકોના જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યા છે. હવે આપણે આવશ્યક કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળીએઙ્ગછીએ,ઙ્ગમાસ્ક વિના કયાંય જતાં નથી અને ઘરે પહોંચતાની સાથે જ સૌપ્રથમ સેનિટાઇઝર અથવા સાબુથી હાથ ધોવાની ટેવ આપણી દિનચર્યા સાથે જાણે વણાઈ ગઈ છે.ઙ્ગ

સિવિલ હોસ્પિટલ અને સમરસ ખાતે ફરજ બજાવતાં આરોગ્યકર્મી કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર સાથે પ્રેમ અને હૂંફ પણ આપી તેમને કોરોનામાંથી સ્વસ્થ કરવા મથી રહ્યાં છે. ત્યારે કોરોનાની મહામારીમાંથી નીકળીને હેમખેમ પોતાનાં ઘરે પરત ફરેલાં પ્રફુલ્લભાઈએ સિવિલ હોસ્પિટલ અને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે મળેલી સારવાર અંગે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, 'મને અચાનક અતિશય નબળાઇ વર્તાવા લાગી અને ભોજનમાં સ્વાદ ગાયબ થઈ ગયો. ચાલી પણ ના શકાય એટલી નબળાઈ હોવાથી ૧૦૮ મારફતે સિવિલ ખાતે દાખલ થયો અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં મને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૬ દિવસ સુધી સારવાર આપવામાં આવી.'

સમરસ કોવિડ કેર સેન્ટર વિશે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, 'ત્યાં કાર્યરત આરોગ્યકર્મી દીકરા-દીકરીની માફક દર્દીઓની સંભાળ લેતાં હતા. દર્દીઓ માટે સમયસર પૌષ્ટિક ભોજન, નાસ્તો, ઉકાળા અને દવાઓની સાથો-સાથે ગરમ પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કોવિડ-૧૯ના અનુભવ બાદ હું તો બસ એટલું જ કહીશ કે,ઙ્ગઆપણે જાતને જાળવશું તો કોરોના આપણાથી દૂર રહેશે.'

કોરોનાને મ્હાત આપ્યા બાદ પ્રફુલ્લભાઈ રાજકોટવાસીઓને કહી રહ્યાં છે કે, 'જો આપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમને દિનચર્યાનો ભાગ બનાવીશું તો કોરોનાનો ભય ઓછો રહેશે.'

(1:19 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST