Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

આરોગ્યનાં દરોડા...

૧૩ ડ્રાઇફ્રુટ વેપારીઓને ત્યાંથી સુકામેવાના નમુના લેવાયા

દિવાળીએ સુકોમેવો ખરીદતા પહેલા તપાસોઃ કલરની ભેળસેળવાળા વાસી કાજુ-બદામ પધરાવી દેવાય છે

ચેકીંગઃ મ્યુનિ. કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલ ડ્રાયફુટ ના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે તસ્વરમાં કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ તથા ડેઝીગ્નેટેડ ઓફીસર અમીત પંચાલ નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૯: દિવાળીના તહેવારને અનુલક્ષી રાજકોટ મહાનગર પાલીકાના આરોગ્ય વિભાગની ફુડ શાખા ડ્રાયફ્રુડના વેચાણ કરતા સંગ્રહ કરતાને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન ૧૩ જગ્યાએથી અખરોટ, કાજુ ફાડા, ચારોળી સહીતના ડ્રાયફ્રુટના નમુના લેવામાં આવ્યા હતા.

આ અંગે કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ડ્રાયફ્રુટના ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં વેની પીસ્તાચીઓસ ઇનશેલ (રપ૦ ગ્રામ પેકડ) ક્રિષ્ના ડીપાર્ટમેન્ટલ સ્ટોર, સદગુરૂ તીર્થધામની સામે, રૈયા રોડ, અખરોટ (લુઝ) કિરણ ડ્રાયફુટ રૈયા રોડ પરત, તુલસી બ્રાન્ડ ડ્રાયફુટ ગોલ્ડ કલી દ્રાક્ષ(રપ૦ ગ્રામ પેડક) શ્રી પંજવાણી ડીપાર્ટમેન્ટ સ્ટોર સદર બજાર મે.રોડ, ચારોલી (લુઝ ડ્રાય ફુટ) દાસ ડીપાર્ટમેન્ટ સ્ટોર તિરૂપતીનગર-ર રૈયા રોડ, રીચ વેલીબ્રાન્ડ  કેલીફોર્નીયા પીસ્તાચીઓ (પેડક) સતગુરૂ એન્ટરપ્રાઇઝ, મોચીબજાર, બાલાજી એજન્સી સામે, સ્પેશીયલ ચોઇસ બ્રાન્ડ કેલીફોર્નીયા પીસ્તાચીઓ (પેડક) શ્રી રામ ટ્રેડર્સ દાણાપીઠ, સદરબજાર ચોકઇ, બદામ (લુઝ) શ્રી પંજવાણી ઇન્ટરનેશનલ, પરાબજાર, ફાઇડ ઝીરા મસાલા મસાલા કાજુ(લુઝ) કેપ્ટન એન્ટરપ્રાઇઝ પરાબજાર, કૌશીક કોટનની બાજુમાં. એસ.એલ.એમ.બ્રાન્ડ એપ્રિકોટ (રપ૦ ગ્રામ) પેકડ, કેપ્ટન એન્ટરપ્રાઇઝ  પરાબજાર, કૌશીષ કોટનની બાજુમાં, સીસમ રોઝ પેતાલસ આલ્મન્ડ (૧૦૦ ગ્રામ) પેકેડ, સમુકા એગ્રો ઇન્ઙલી. હેક આર્કેડ, યાજ્ઞીક રોડ પરથી, અંજીર (લુઝ), પ્રકાશ ટ્રેડર્સ, દાણાપીઠ, પરાબજાર, કાજુ ફાડા (લુઝ) મુલચંદ ટેકચંદ અડવાણી દાણાપીઠ, પરાબજાર તથા બદામ (લુઝ), પ્રકાશ ટ્રેડર્સ, દાણાપીઠ, પરાબજાર સહીતના વિસ્તારમાં ૧૩ નમુના લેવામાં આવ્યા છે. આ નમુનાઓ રાજય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

આ કામગીરીમાં આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફીસર અમીત પંચાલ, ફુડ સેફટી ઓફીસર રાજુલભાઇ પરમાર, વાઘેલાભાઇ, સરવૈયાભાઇ, કેતનભાઇ રાઠોડ શ્રી મોલીયાભાઇ દ્વારા કરવામાં આવેલ છે તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું હતું. (૪.૧૧)

ડ્રાઇફ્રુટ ખરીદતી વખતે આટલુ ધ્યાન રાખોઃ તંત્રની અપીલ

ડ્રાઇફુટ આખા જ ખરીદવા ભુકો-કટકાની ખરીદી ટાળવી.

પેકેજમાં વેચાતા ડ્રાઇફુટ પર પેકીંગની વિગતો ચેક કરવી.

લેબલ પર બેસ્ટ બી ફોર ચકાસણી કરવી.

કલર કોડેડ, ફલેવરવાળા આર્ટીફીશીયલ ફલેવરવાળા ડ્રાઇફુટની ખરીદી ટાળવી. (૪.૧૨)

(3:37 pm IST)