Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ખગોળ વિજ્ઞાની ડો.જે.જે.રાવલનું અંતરીક્ષમાં ભારતની પ્રગતિ વિષયક રવિવારે લોકભોગ્‍ય વ્‍યાખ્‍યાન

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત તેમજ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત તથા ગુજકોસ્‍ટ પુરસ્‍કૃત શ્રીઓ.વે.શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા તા.૨ ઓકટોબરના રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે સુપ્રસિધ્‍ધ ખગોળ વૈજ્ઞાનિક ડો.જે.જે.રાવલના વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઇન્‍ડિયા ઇન સ્‍પેસ શીર્ષક ધરાવતા આ વ્‍યાખ્‍યાન દરમયાન ડો.રાવલ તેમની રસપ્રદ શૈલીમાં ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ અને ઉપલબ્‍ધીઓ પર પ્રકાશ પાડશે તેમજ શ્રોતાઓના પ્રશ્નોના જવાબ પણ આપશે. ડો.રાવલ, વર્લ્‍ડ સ્‍પેસ વીક-કે જે દર વર્ષે ૪થી ૧૦ ઓકટોબર દરમ્‍યાન ઉજવવામાં આવે છે, તેના ભાગ સ્‍વરૂપે આ વ્‍યાખ્‍યાન આપશે

(4:03 pm IST)