Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

તારા વિના શ્‍યામ મને એકલુ લાગે... ગોપી રાસોત્‍સવમાં જબરી જમાવટ

અનેક મહાનુભાવોની ઉપસ્‍થિતિઃ હેમંત પંડયા, સોનલ ગઢવી, મનીષા કરંદીકર, નિલેશ પંડયાએ રાસગરબા- ગીતોની રમઝટ બોલાવી

રાજકોટઃ સંપૂર્ણ પારિવારિક માહોલ, અત્‍યંત લાઈટ અને સાઉન્‍ડ, ટોચના સિંગરો અને ગ્રાઉન્‍ડ ગજાવતા ઓરકેસ્‍ટ્રા જેવી વિશેષતાઓ સાથે ચાલી રહેલા ગોપી રાસોત્‍સવમાં ત્રીજા નોરતે નવરાત્રીનો રંગ જામ્‍યો હતો. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના અને તારા વિના શ્‍યામ મને એકલું લાગે જેવા પરંપરાગત ગરબા ગીતો ઉપર મોટી સંખ્‍યામાં ગોપીઓ ગરબા રમી રહી છે અને તેને નિહાળવા માટે મોટી સંખ્‍યામાં શહેરીજનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહે છે.

ત્રીજા નોરતે ધનસુખભાઈ ભંડેરી, ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, હરેશભાઈ લાખાણી, ધીરૂભાઈ સરવૈયા હસ્‍તે આરતી ઉતારવામાં આવી હતી.

ખેલૈયાઓને ઇનામ વિતરણ મૌલેશભાઈ પટેલ, સોનલબેન પટેલ, રાધાબેન પટેલ, મનુભાઈ માંડલિયા, નરેન્‍દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ પોબારૂ, છબીલભાઈ પોબારૂ, ડો.વલ્લભભાઇ કથીરિયા, કાંતાબેન કથીરિયા, સુરેશભાઈ નંદવાણા, રાકેશભાઈ પોપટ, કીર્તિબેન પોપટ, રમણભાઈ વરમોરા, રવિભાઈ ભટ્ટ, મમતાબેન, કે.કે. જૈન, રાજેન્‍દ્રભાઈ મહેતા, મહેશ્વરી પુજારી, હસ્‍તે ઇનામ વિતરણ કરવામાં આવેલ. 

આ રાસ નીહાળવા માટે આવતીકાલે  તા.૩૦નાં ગોપીરાસમાં મુખ્‍ય મહેમાન તરીકે  ધનસુખભાઈ ભંડેરી, નરેશભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, શૈલેશભાઈ માકડિયા, નિરંજનભાઈ શાહ, નીરજભાઈ આર્ય, ચંદ્રકાન્‍તભાઈ શેઠ,  અનંતભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, જયંતિભાઈ ચોટાઈ,  હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, નિખીલભાઈ પટેલ, જયદેવભાઈ આર્ય, વસંતભાઈ માંગરોળીયા, શિવલાલભાઈ બારસીયા,શ્‍યામભાઈ શાહ, ડો.કિર્તીભાઈ પટેલ, હરેનભાઈ  મહેતા, યુસુફભાઈ માંકડા, દીપકભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ ધામી, ગૌતમભાઈ મહેતા, ગૌતમભાઈ મહેતા, મુકેશભાઈ ગાજીપરા, છબીલભાઈ પોબારૂ, નીતિનભાઈ ચોટાઈ,   શૈલેશભાઈ  પટેલ, રાજુભાઈ રાયઠઠ્ઠા, સુરેશભાઈ અકબરી,   છગનભાઈ કાકડિયા, ભાવેશભાઈ ઢોલરીયા, દિગ્‍વિજયસિંહ કે.  જાડેજા, ડો.રાજેશભાઈ તૈલી વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

ગોપી રાસોત્‍સવમાં બાન લેબ્‍સ કું., જે.પી. સ્‍ટ્રકચર પ્રા.લી., પુજારા ટેલિકોમ કંપની, હાઈબોન્‍ડ સિમેન્‍ટ, ડેકોરા ગ્રુપ, મારવાડી ગ્રુપ, વડાલીયા ગ્રુપ, ઓપ્‍સન્‍સ શો રૂમ, ક્‍લાસિક નેટવર્ક, સનફોર્ઝ પ્રા.લી., અમીધારા ડેવલોપર્સ, ઉત્‍કર્ષ ટી.એમ.ટી. બાર, આદર્શ ટ્રાવેર્લ્‍સ તેમજ રાજકોટના દાતાઓનો સહયોગ મળેલ છે.

ગોપિરાસમાં ઓરકેસ્‍ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્‍યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), મનીષાબેન કરંદીકર (મુંબઈ), નિલેશભાઈ પંડ્‍યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્‍દી ફિલ્‍મ ગરબાઓની રમઝટ બોલાવશે. બોલીવુડ ઈવેન્‍ટ્‍સના તથા રાજકોટને તાલ-તરંગ કલબનું નવણું નઝરાણું ધરનાર ભારતીબેન નાયક ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન શ્રી વજુભાઈ વાળા તેમજ સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ,  મૌલેશભાઈ પટેલ, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્‍કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, મિતલબેન ચગ, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્‍યાસ, મધુરિકાબેન જાડેજા, કૈલાશબા વાળા,  જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોલંકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા,  સુરેશભાઈ દેત્રોજા, અનવરભાઈ ઠેબા, હરેશભાઈ છોટાળા, શૈલેશભાઈ શેઠ, ભરતભાઈ સોજીત્રા ર્તેમજ બને ગ્રુપના કમિટી મેમ્‍બર જહેમત ઉઠાવી  રહ્યા હોવાનું સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંત ડેલાવાળા જણાવે છે.

(3:22 pm IST)