Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રોકડીયા હનુમાન ચોકમાં ગરબી

ગોકુલધામ રોડ રોકડીયા ચોક ખાતે રોકડીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા આયોજીત ૧૫માં વર્ષે પ્રાચીન નવરાત્રી મહોત્‍સવનું ધામધુમથી આયોજન કરવામાં આવેલ છે. લોકમેળા ફેઇમ કલાકાર મીમીક્રી આર્ટીસ્‍ટ તુલસીદાસ ગોંડલીયાએ વિવિધ શૈલીમાં કાર્યક્રમ આપી માંઇ ભકતોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. આ મહોત્‍સવને સફળ બનાવવા પ્રમુખ રઘુભાઇ બોળીયા, રમેશભાઇ આહીર, કિશન બોળીયા, ભાવેશ બોળીયા તેમજ કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે.

(3:22 pm IST)