Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા. તૂટયા

રાજકોટ તા. ર૯: ખાદ્યતેલોમાં કપાસીયા તેલમાં આજે વધુ ૧પ રૂા. તૂટયા હતા. સ્‍થાનીક બજારમાં ચાલુ વર્ષે કપાસનો પાક સારો થશે અને આવકો વધશે તેવા અહેવાલે આજે કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા.નો ઘટાડો થયો હતો.

કપાસીયા તેલ લુઝના ભાવ ૧૧૬પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૧પ૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૧૮૦ થી રર૩૦ રૂા. હતા તે ઘટીને ર૧૬પ થી રર૧પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. બપોર સુધીમાં અન્‍ય ખાદ્યતેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હતી.

(3:16 pm IST)