Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રમત-રમતમાં કોરોનાને હરાવી રહ્યા છે દર્દીઓ

સિવિલ કોવિડમાં ડ્રોઇંગ, લેખન, વાંચન, ગેમ, ફિલ્મ જેવી પ્રવૃતિઓથી દર્દીઓ માનસિક તાણથી રહે છે દૂર : મનગમતી પ્રવૃતિને કારણે મન પ્રફુલ્લિત રહે છે : હસમુખભાઇ : ૧૪ કલાકની સારવારથી હું વાતચીત કરવા સમર્થ બન્યોઃ કિરીટભાઇ :સિવિલમાં સારવાર સાથે મળે છે ઘર જેવું વાતાવરણઃ મોૈલિકભાઇ

રાજકોટ તા. ૨૯ : કોઈ કહે છે કે,મેં જીવનમાં પહેલીવાર પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો છે,તો કોઈએ લખી છે પહેલી વાર કવિતા... પુસ્તક છેલ્લે અમે કયારે વાંચ્યું હતું તે યાદ નથી,આજે સમય અને સુવિધા મળતા લેખન વાંચન અને આર્ટ પણ બહાર આવ્યું છે રાજકોટની કોવીડ હોસ્પિટલના કોરોનાના દર્દીઓનું...

અહીં દાખલ થયેલ દર્દી હસમુખભાઈ ભલાણી તેમનો કૃતજ્ઞ ભાવ વ્યકત કરતા જણાવે છે કે,હોસ્પિટલનો સ્ટાફ ખુબ જ વિવેકી અને મદદરૂપ બની રહ્યો છે. અહિંયા અમારા માટે પેઇન્ટિંગ,કેરમ બોર્ડ અને પુસ્તકોની જે વ્યવસ્થા કરી છે,તે ખુબ સરસ છે. અમારો સમય પસાર થઈ જાય અને મનમાંથી કોરોનાનો ડર પણ નીકળી જાય છે.

દર્દી મૌલિકભાઈ પુરોહિત કે જેઓ પાંચ દિવસથી અહીં સારવાર લઈ રહ્યા છે,તેઓ જણાવે છે કે,દાખલ થયો તે પહેલા સિવિલ હોસ્પિટલ વિશે ઘણું બધું નેગેટિવ સાંભળેલું. પરંતુ અહીં જે પારિવારિક અનુભવ થયો છે તે પછી હું લોકોને ખાસ વિનંતી કરીશ કે ખાનગી હોસ્પિટલમાં ખોટા ખર્ચ કરવા નહિ,અહીં દર્દીઓનું ૨૪ કલાક ધ્યાન રાખવામાં આવે છે.

૬૦ વર્ષીય વડીલ કિરીટભાઈ વ્યાસ તેમનો અનુભવ કાવ્યના અંદાજમાં કહે છે કે,અહીં આવો,જોવો રાત કેવી હોય છે ને દિવસ કેવો હોય છે... જાણે ઊંચા પહાડોમાંથી માંડી ધરતીના ગળા સુધી મહેકતું વાતાવરણ... અમારી બહેનો અને ભાઇઓ અમારી સેવા કરવા માટે સતત ઊભા છે. હું દાખલ થયો ત્યારે બેસી પણ નહોતો શકતો તે આજે ખુલીને વાતચીત કરી શકું છું, તેમ નિખાલસ ભાવે કિરીટભાઈ જણાવે છે.

કોવીડ હોસ્પિટલમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે વિવિધ પ્રવૃતિઓ જેવી કે, પેઇન્ટીંગ્સ, કેરમ, પુસ્તકો, મોટિવેશનલ ફિલ્મ અને ઘણું બધું ફ્રી ટાઈમમાં કરી શકાય તેવું આયોજન મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતાં હાલ અનેક દર્દીઓ રમતાં રમતાં કોરોનાથી મુકત થઈ રહ્યાનુંરીક્રીએશન પ્રવૃત્ત્િ।ના હેડ ડો. મોનાલી માંકડીયા જણાવે છે.ખાસ તો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલના વાતાવરણમાં પ્રફુલ્લિત રહે તે માટે કોવીડ હોસ્પિટલમાં ખાસ રીક્રીએશન પ્રવૃત્તિ શરૂ કરવાનો અમારો મુખ્ય ધ્યેય હતું, જેની ખુબ સારી અસર જોવા મળી રહી છે.

દર્દીઓની રસ-રુચિને અનુરૂપ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવા માટે કેરમ બોર્ડ,ચિત્રકામ કરવા માંગતા દર્દીઓ માટે ડ્રોઈંગ શીટ,કલર્સ,ધાર્મિક અને માહિતીસભર ચોપડીઓ,અને દર્દીઓનો ઉત્સાહ વધારવા માટેહોલમાં એક મોટું ટીવી લગાડી તેમાં વિશ્વના પ્રેરણાદાયી વિડીયો કલીપ દેખાડવાની વ્યવસ્થા ઉભી કરી અહીંનું વાતાવરણ હોસ્પિટલ નહિ,પણ કોઈ લાઇબ્રેરી કે મલ્ટી એકિટવિટી સેન્ટર હોય તેમ લાગતુ હોવાનુ ડો. મોનાલી જણાવે છે.

આ પ્રવૃત્તિ થકી દર્દીઓમાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે?જયારથી તેમને પ્રવૃત્ત્િ।મય કર્યા છે,ત્યારથી તેઓ ખુબ પ્રસન્ન રહે છે. ગુજરાતી નાટકો,કોમેડી ફિલ્મ અને મોટિવેશનલ વિડીયો જોઈ દર્દીઓમાં હકારાત્મક અભિગમ અને ઉત્સાહ સાથે તેઓની તબિયતમાં ખાસ્સો સુધારો પણ જોવા મળી રહ્યો હોવાનું ડો. માકડીયા જણાવે છે.

આ મલ્ટીપલ એકિટવિટીમાં હાલ તેમની સાથે ડો. ડેનિલ તેમજ વોર્ડના ફલોર મેનેજર,નીપા ડાભી અને અન્ય નર્સ બહેનો સહયોગ આપી રહ્યા છે. ટૂંક સમયમાં આ પ્રકારની પ્રવૃત્ત્િ। અન્ય કોવીડ હોસ્પિટલ્સ અને કેર સેન્ટર પર અમલી બનાવાશે,તેમ ડો. મોનાલી જણાવે છે.

(3:24 pm IST)
  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST

  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણ ચાલુઃ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા access_time 4:04 pm IST