Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

નવકાર મંત્ર જૈનોનો નહિ, ગમે તે બોલી શકે છે, માટે મંત્રાધિરાજ કહેવાય છેઃ પૂ.ધીરજમુનિ

રાજકોટ,તા.૨૯: શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં નવકાર મહામંત્ર રહસ્ય શિબિર પ્રવચનમાં શ્રીમદ્દ આનંદઘનજીના જીવન કવને જેમનું જીવન બદલાયું એવા બંગાળના બ્રાહ્મણ અને પ્રખર ગાયક કુમાર ચેટરજી જૈન ધર્મને સમર્પિત  છે. તેઓ  કેનેડાના ટોરેન્ટોમાં નવેમ્બરમાં યોજાનારી સાતમી વિશ્વ ધર્મ સંસદમાં ભારતના પ્રતિનિધિરૂપે હાજરી આપશે. કુમાર ચેટરજીનું કિશોરભાઈ સંઘવીએ સન્માન કરેલ.

પૂ.શ્રી ધીરગુરૂદેવે જણાવેલ કે નવકારમંત્ર માત્ર જૈનોનો નથી. ગમે તે બોલી શકે છે માટે મંત્રાધિરાજ કહેવાય છે. ભાવ અને ભકિતથી રહણ સ્મરણ અને વારંવાર સ્મૃતિ થાય તો ભકત ભગવાન બની શકે છે. માળાનો લાભ વર્ષાબહેન અનિલભાઈ શેઠ લીધેલ. ગ્રામ્ય વિસ્તારના ઉપાશ્રય નામકરણનો મુખ્ય દાતા તરીકે અમિતાબેન જગદીશભાઈ ઝોંસાએ ધર્મસંગીનીના જન્મદિનની ખુશાલીમાં શય્યાદાનનો લાભ લીધેલ.

સાધર્મી ભકિતનો લાભ લીલાબા ગાઠાણી અને વિજયાબા અજમેરાએ લીધેલ. સમૂહ વર્ષીતપ પારણા મહોત્સવ- મુંબઈની અનુમોદના યોજનામાં દાતાઓ ઉલ્લાસભાવે જોડાયા હતા.(૩૦.૨)

(3:56 pm IST)