Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સોમ- મંગળ રામાનંદી સાધુ સમાજના રાસોત્સવ

૧ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સ, આરતી- ગરબા- ડાંડીયારાસ ડેકોરેશન સ્પર્ધા

રાજકોટઃ સમસ્ત રામાનંદી યુવા મંડળ, રાજકોટ દ્વારા તા.૧ અને ૨ ઓકટોબર (સોમ- મંગળ) બે દિવસીય રામાનંદી રાસોત્સવ દાંડીયારાસનું આયોજન રોયલ રજવાડી રાસોત્સવના ગ્રાઉન્ડમાં, નાના મૌવા મેઈન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખવામાં આવેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ રામાનંદી સમાજનું યુવાધન ૧ લાખ વોટ સાઉન્ડ સીસ્ટમ્સ બોલીવુડ સ્ટાઈલ એન્કરીંગ કાજલ અગ્રાવત, દાંડિયા કિંગ ગાયક હેમંત જોશી તથા અષાઢી સુરોનો સરતાજ એવા ગાયક ઉમેદ ગઢવીના સુરોમાં ગરબા ગીતની રમઝટ કરવામાં આવશે. યુવા તથા ચિલ્ડ્રનમાં પ્રિન્સ- પ્રિન્સેસ, વેલડ્રેસના લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવશે. સાથે આરતી ડેકોરેશન, ગરબા ડેકોરેશન તથા દાંડીયા ડેકોરેશનની સ્પર્ધા પણ રાખવામાં આવેલ છે.

રામાનંદી રાસોત્સવના પાસ મેળવવા માટે (૧) વૃંદાવન ગર્લ્સ હોસ્ટેલ, ૪- અર્ચના પાર્ક, ધોળકીયા સ્કુલ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ, મો.૯૭૨૪૯ ૦૯૦૦૯, (૨) શ્રીરામ મોટર ગેરેજ, ઉમીયા મોબાઈલ પાછળની શેરી, ગોંડલ રોડ, રાજકોટ, મો.૯૪૨૬૯ ૩૦૧૧૨, (૩) બજરંગ મોટર ગેરેજ, ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ, (૪) ગણેશ  પેલેસ, ફલેટ નં.૨૦૧, ઓમકાર સ્કુલ પાસે, રોલેક્ષ રોડ, કોઠારીયા ગામ પાસે, રાજકોટ, મો.૯૯૭૪૧ ૮૮૮૫૮, (૫) મહાવીર એન્ટરપ્રાઈઝ, મંગલમ કોમ્પ્લેક્ષ, મધુરમ હોસ્પિટલની બાજુની શેરી, ઢેબર રોડ, રાજકોટ, મો.૯૭૩૭૩ ૦૧૧૧૦, (૬) સીતારામ સ્ટેશનરી, ત્રિશુલ ચોક, સહકાર મેઈન રોડ, રાજકોટ, મો.૯૯૭૯૫ ૫૬૯૮૩ ખાતેથી પાસ મળી રહેશે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નિખીલભાઈ નિમાવતના માર્ગદર્શનમાં રાજેશભાઈ નિમાવત, હિતેષભાઈ નિમાવત, વિમલભાઈ કિલજી, કલ્પેશભાઈ પુર્ણવૈરાગી, વિપુલભાઈ કુબાવત, રજનીભાઈ રામાવત, કેતનભાઈ લશ્કરી, રાજુભાઈ કુબાવત, મનોજભાઈ ખોજીરજી, રમેશભાઈ રામાવત, કૌશિકભાઈ દેવમુરારી, વિપુલભાઈ પુર્ણવૈરાગી, જીતેન્દ્રભાઈ વિષ્ણુસ્વામી, દેવ નિમાવત, સુધીર નિમાવત, આશિષ નિમાવત, વિશાલ નિમાવત, કુલદીપ નિમાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૩)

(3:55 pm IST)