Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રઘુવંશી પરિવારના સંગાથે સપ્ત રંગોના સુરે, ઢોલના ધબકારે ખેલૈયાઓ કરશે થનગનાટ...

શરણાઇના સુર થકી, ઢોલીડાની થાપ પર, તાલ સાથે તાલ મેળવવાને આવજો

 ''શરણાઈના સુર થકી, ઢોલીડાની થાપ પર, તાલ સાથે તાલ તમે મેળવવાને આવજો. એક સાથે એક બની, રાસ સૌ રમીશુ. નવલા નોરતામાં રઘુવંશી રાસોત્સવમાં આપ સૌ પધારશો.''

  રાજકોટ : તા.૨૯,નવરાત્રીના પવિત્ર દિવસોમાં મા જગદંબાની આરતી તથા મા જગતજનની નવદુર્ગાની સ્તુતી (માડી તારું કંકુ ખર્યું. સુરજ ઉગ્યો) તથા પારંપારીક લોક ગીતો અને ગરબા, દુહા છંદ, થાળ, આભમાં ઉગ્યો ચાંદલીયો, ને જીજાબાઈને આવ્યા બાળ રે..., મન મોર બની થનગનાટ કરે..., મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.., માતાજીના વેરાળી ઝૂલડા અને ડાકલા. ઉત્ત્।ર ગુજરાતનો ઢપુડો.., વાળામાં વડલો રોપ્યો...થી નવલા નોરતાની શરૂઆત કરીને અકિલા રઘુવંશી પરિવાર પ્રથમવાર 'નવરાત્રી રાસોત્સવ ૨૦૧૮' નો પ્રારંભ કરી રહયા છે.

મેડ મ્યુઝિક ઓરકેસ્ટ્રા ભરત મહેતા પ્રસ્તુત તેમજ રીધમ અરેન્જર હાર્દિક મહેતા (સુપર ડૂમર અને વોટર ડુમીગ) ખેલૈયાઓને ડૂમરના સંગાથ થકી ઝુમાવશે તથા મ્યુઝિક ડાયરેકટર રવિ, ઢોલના માણીગર અલ્તાફ અકરમની બેલડી ઢબુકતા ઢોલના તાલે રમાડશે તથા સુપર ગીટારીસ્ટ મહેક શાહ તો ખરા જ... આ તમામ આટીસ્ટોને સાથ આપવા ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ, ગહેકતા ગળાનો કાઠીયાવાડી સુરનો કસુંબલ અવાજ એટલે અનિલ વંકાણી, ઉછળતો કુદતો ઓલ ઈન વન મૌલિક ગજ્જર (જય જય સુરવર પુજીત...) તથા તેમની જીવનસંગીની કોકિલ કંઠીલ દિપ્તી ગજ્જર (ઓધાજી મારા વાલાને...) તેમજ કાઠીયાવાડની ગોરી, કામણગારી અને રાજકોટનું ગૌરવ, ટીવી એકટ્રેસ પ્રિશા રાજપુત ખેલૈયાઓને પોતાના સ્વરથી ૩ વે લાઈન એરે હાઈફાઈ અઘતન સાઉન્ડ સીસ્ટમ થકી મંત્રમુગ્ધ કરશે.

    રઘુવંશી રાસોત્સવને સફળ બનાવવા પરિવારના અગ્રણીઓ સર્વેશ્રી  હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, સુરેશભાઈ ચંદારાણા, નીતીનભાઈ રાયચુરા, હરીશભાઈ લાખાણી, શૈલેષભાઇ પાબારી, રાકેશભાઈ પોપટ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, હિતેષભાઈ બગડાઈ, રાજુભાઈ રુપમ, હીરેનભાઈ ખખ્ખર, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અજયભાઈ કારીયા, પ્રકાશભાઈ સોમૈયા, નીતુભાઈ ઠક્કર, જનકભાઈ કોટક, જયેષ્ઠારામભાઈ ચતવાણી, જયંતભાઈ સેજપાલ, અનંતભાઈ અનડકટ, જીતુલભાઈ કોટેચા, બીપીનભાઈ કેસરીયા, મનુભાઈ જોબનપુત્રા, સુરેશભાઈ ગોળવાળા, પરેશભાઇ પોપટ, કમલેશભાઈ લાલ, મીતુલભાઈ લાલ, બાલાભાઈ પોપટ, રમેશભાઇ ધામેચા, કેતનભાઈ પાવાગઢી, શિલ્પાબેન પુજારા, તરુબેન ચંદારાણા,  પરેશભાઈ વીઠલાણી, શીતલબેન બુધ્ધદેવ, પ્રિતીબેન પાઉં, તૃપ્તીબેન નથવાણી, અલ્કાબેન ખગ્રામ, કિરણબેન કેસરીયા, કૌશીકભાઈ માનસતા, રાજુભાઇ પોપટ, કલ્પેશભાઈ તન્ના, કલ્પેશભાઈ બગડાઈ, મેહુલભાઈ નથવાણી, ઉમેશભાઈ સેદાણી, વિમલભાઈ વડેરા, અશ્વિનભાઈ જોબનપુત્રા, હાર્દિકભાઈ રૂપારેલ, જતીનભાઇ દક્ષીણી, પિટુભાઈ માણેક, વિપુલભાઇ મણીયાર, મયંકભાઈ પાઉં, કીરીટભાઈ કેસરીયા, અશ્વિનભાઈ બુધ્ધદેવ, અમિતભાઈ અઢીયા, ધર્મેન્દ્રભાઈ ચંદારાણા, મનોજભાઈ ચતવાણી, ભરતભાઈ જલીયાણ, ધવલ પાબારી, હીરેનભાઈ કારીયા, વિપુલભાઈ કારીયા, કુણાલભાઈ માનસતા, મોહીતભાઈ નથવાણી, તેમજ કાર્યાલયના કાનાભાઇ તથા મહેશભાઈ કકકડ જહેમત ઉઠાવી રહયા છે. (૪૦.૬)

(3:53 pm IST)