Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ખ્યાતિ પ્રાપ્ત ઈન્ટરનેશનલ સીંગર વિક્રમ હાઝરાનો કાલે લાઈવ ભજન કોન્સર્ટ

'અચ્યુતમ કેશવમ્'ભજન તેઓએ ગાયેલુઃ ૧૨ આલ્બમ, ૪૭ દેશોમાં કાર્યક્રમો આપ્યા

રાજકોટ,તા.૨૯: આર્ટ ઓફ લીવીંગ રાજકોટ દ્વારા રવિવાર તા.૩૦ના સાંજે ૬ થી ૮ કુમકુમ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ સીંગર વિક્રમ હાઝરાની સાથે લાઈવ ભજન કોન્સર્ટનું ભવ્ય આયોજન રાખેલ છે. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ છે.

શ્રી વિક્રમ હાજરાના ટ્રેકમાં પરીચય કરીએ તો તેઓ ઈન્ટરનેશનલ ટીચર, સીંગર તેમજ સંગીતની દુનિયામાં ખુબ ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. ખાસ કરીને ભારતીય ભકિત સંગીતને તેમણે દેશ- વિદેશમાં ખૂબ જ પ્રચલીત કરેલુ છે અને ''અચ્યુતમ કેશવમ'' જે ભજન તેમણે ગાયેલુ છે તે વિશ્વ પ્રસિધ્ધ છે તેઓ સંગીતના બધા જ ભાગોમાં વિશેષ કળા ધરાવે છે. જેમ કે અમીર ખુશશરોની ગઝલો, બૌધ મંત્રો, કબીરજીની વાણી, મીરાજીના ભજનો અને દૈદાસજી જયદેવજીના ભજનો તેમજ પૂર્વના સંગીતમાં પણ તેમનો ખૂબ પ્રભાવ છે. અત્યાર સુધીમાં તેમના ૧૨ આલ્બમ રીલીઝ થઈ ચુકયા છે અને ૪૭ દેશોમાં હાઉસફુલ કાર્યક્રમો આપેલ છે તેમજ તેઓ સારા લેખક, ફીલોસોફર, મીડીયા પ્રોડયુસર અને સામાજીક કાર્યકર પણ છે તેઓ દેશ- વિદેશમાં ફરી વ્યકિતગત ઉત્કર્ષ માટેના અને કોર્પોરેટ ક્ષેત્રમાં જેમ કે રીલાયન્સ, બીરલા, જીંદાલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ વિગેરેમાં વર્કશોપ પણ લે છે.

આવા અનેરા સંગીતકાર શ્રી વિક્રમજીના લાઈવ ભજન કોન્સર્ટનો અચુક લાભ લેવા માટે સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આર્ટ ઓફ  લીવીંગ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. આ અંગે વધુ માહિતી માટે મો.નં.૯૮૭૯૧ ૨૪૭૭૪ ઉપર સંપર્ક કરવા યાદી જણાવે છે.(૩૦.૬)

(3:53 pm IST)