Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આંબેડકરનગરમાં પત્નિએ પૈસા માંગતા પતિ પ્રવિણે કૂકરના ઢાંકણાથી ફટકારી

રાજકોટ તા. ૨૯: ગોંડલ રોડ એસ. ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતી રમાબેન પ્રવિણ દવેરા (ઉ.૨૯) નામની વણકર પરિણીતાને બે દિવસ પહેલા તેના પતિ પ્રવિણ માવજીભાઇએ કૂકરના ઢાંકણા અને ધોકાથી માર મારતાં ગઇકાલે તેના ભાઇ કિશોરભાઇ પરમાર નાંધુ પીપળીયાથી રાજકોટ આવતાં આ અંગે રમાબેને વાત કરતાં ભાઇ તેને પોતાની સાથે લઇ ગયા હતાં. આજે દુઃખાવો થતો હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોેહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

રમાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ સેન્ટીંગ કામ કરે છે. ઘર  ખર્ચના પૈસા માંગતા પતિએ માર માર્યાનું રમાબેનના ભાઇ કિશોરભાઇએ જણાવ્યું હતું.

સુથાર વૃધ્ધાએ એસિડ પીધું

૧૫૦ ફુટ રીંગ રોડ ઉમિયા ચોક પાસે હિમાલય સોસાયટી-૧માં રહેતાં તરૂલત્તાબેન જયેન્દ્રભાઇ બકરાણીયા (સુથાર) (ઉ.૬૦)એ માનસિક બિમારીથી કંટાળી એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કોઠારીયાના હિતેષભાઇએ ગુંદાવાડીમાં એસિડ પીધું

કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતાં અને લાદી કામ કરતાં હિતેષભાઇ પરષોત્તમભાઇ જાવીયા (કડીયા) (ઉ.૩૬)એ ગુંદાવાડી ચોરા પાસે એસિડ પી લેતાં સિવિલમાં ખસેડાયા છે. તેને સંતાનમાં એક પુત્ર છે. હિતેષભાઇએ આ પગલું શા માટે ભર્યુ? તે અંગે હાલ તેઓ કંઇ જણાવતાં નથી. સંપુર્ણ ભાનમાં આવ્યા બાદ પોલીસ વિશેષ તપાસ કરશે. (૧૪.૮)

(3:51 pm IST)