Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

જમીનનું સાટાખત કરી રકમ નહિ ચુકવી છેતરપીંડીના ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ર૯: હળવદ ખાતે જમીનનું સાટાખત રજીસ્ટર કરાવ્યા બાદ રોકડ રકમ નહિ ચુકવીને વિશ્વાસઘાત-છેતરપીંડી કરવાના ગુનામાં બે-આરોપીઓને મોરબી સેસન્સ કોર્ટે આગોતરા જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીએ એ મુજબની ફરીયાદ આપેલ હતી કે ફરીયાદીને આર્થીક જરૂરીયાત હોય જેથી ફરીયાદીની ખેતીની જમીન ગીરવે મુકી વ્યાજે રૂ. ૪૦,૦૦,૦૦૦/- આપવાની વાતચીત કરી, ફરીયાદીની જાણ બહાર આરોપીઓએ અન્ય આરોપીના નામે ફરીયાદીની ખેતીની જમીનનું સાટાખત કરી, રોકડ રકમ નહી ચુકવી, બારોબાર સાટાખત લઇ જઇ, ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય તે મુજબની ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદને અનુસંધાને હળવદ પો. સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪ર૦ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધાયેલ હતો. જેથી આ કામના અરજદાર નં. (૧) હનીફભાઇ નથુભાઇ ખફી (સુમરા), રહે. રાજકોટ અને અરજદાર નં. (ર) સાહમદાર અમિનશાહ વલીશાહ, રહે. રાજકોટવાળાઓએ આ ગુનામાં તેઓની ખોટીરીતે ધરપકડ થઇ તેમ હોય જેથી મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી.

મોરબીના સેશન્સ જજે બંને અરજદારોને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. સાથે જ સેશન્સ કોર્ટે એવો હુકમ કરેલ હતો કે તપાસ કરનાર અધીકારીએ સોગંદનામામાં કરેલ વિસંગતતા બાબતે પોલીસ અધિક્ષકશ્રી, મોરબીને સોગંદનામું કરનાર એટલે કે તપાસ કરનાર અમલદાર વિરૂધ્ધ ઘટનાં પગલા લેવાનો હુકમ કરેલ હતો. તેમજ હુકમની નકલ પોલીસ અધિક્ષકશ્રી મોરબીને મોકલી આપવાનો પણ આદેશ કરેલ હતો.

આ કામમાં અરજદારો નં. (૧) હનીફભાઇ નથુભાઇ ખફી (સુમરા), રહે. રાજકોટ અને અરજદાર નં. (ર) સાહમદાર અમિનશાહ વલીશાહ, રહે. રાજકોટ વતી રાજકોટના યુવા એડવોકેટ બાલાભાઇ એન. સેફાતરા, જીતેન્દ્રસિંહ પરમાર, સંજયભાઇ ડાંગર રોકાયેલ હતા. (૭.૩૮)

(3:51 pm IST)