Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુનિવર્સિટી રોડ પર પ્રતિક ઉર્ફે અજયની હત્યામાં પકડાયેલા બે શખ્સો રીમાન્ડ પર

રાજકોટ, તા.૨૯: યુનિર્વસિટી રોડ પર એ.જી.સ્ટાફ કર્વાટર પાછળ આઠેક દિવસ પહેલા ભીલ યુવાનની હત્યામાં યુનિવર્સિટી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર એ.જી.સ્ટાફ કર્વાટર પાછળ આઠ દિવસ પહેલા બૂટલેગર ટોળકીએ દારૂ અંગે પોલીસને બાતમી દે છે. તેવી શંકાના આધારે ચાર મીત્રો પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ ઉર્ફે અજય મનોજભાઇ મેં (ભીલ) ઉ.વ.૨૪ (રહે.ધરમનગર કવાર્ટર, ગાંધીગ્રામ)નું અમદાવાદમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ ગુનામાં રિઝવાન ઉર્ફે શાહરૂખ શાહબુદીનભાઇ બેલીમ (ઉ.વ.૨૨) (રહે. ધરમનગર આવાસ યોજના કર્વાટર, બ્લોક નં.૨૬/૭૬૪ રામાપીર ચોકડી પાસે) અને શાહરૂખ અનવરભાઇ સમા (ઉ.વ.૨૧) (રહે. જંગલેશ્વર ભવાની ચોક અંકુર સોસાયટી શેરી નં.૩) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે હોવાની હેડ કોન્સ.ઇકબાલભાઇ મોરવાડીયા અને રાવતભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઇ. આર.વાય.રાવલ, પીએસઆઇ. એન.બી.ડોડીયા, હેડ કોન્સ. જે.પી.મેવાડા, હરેશભાઇ, ઇકબાલભાઇ, ગીરીરાજસિંહ જાડેજા, રાજુભાઇ મિયાત્ર, ધર્મરાજસિંહ ઝાલા, મુકેશભાઇ ડાંગર, રવિરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને રાવતભાઇ ડાંગર સહિતના સ્ટાફે બંનેને ઝડપી લીધા હતા. અને બંનેની ધરપકડ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.(૨૩.૧૧)

(3:50 pm IST)