Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મોદીને આવકારવા રાજકોટ જીલ્લા ભાજપ અનું.જાતિ મોરચાની તૈયારી

રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ .કે. સખીયાના અધ્યક્ષસ્થાને તથા અનુઉજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી શંભુનાથ ટુંડીયા, પ્રદેશ મહામંત્રી ગોૈતમભાઇ ગેડીયા, રાજકોટ જીલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, જીલ્લા મંત્રી વિનુભાઇ પરમાર, ગીરીશભાઇ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં રાજકોટ જીલ્લા અધ્યશ્રી ડિ.કે.સખીયાએ રાજકોટ જીલ્લાની સંગઠનની માહિતી આપી હતી. માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં અનુ.જાતિ મોરચાના હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.તેવી ખાતરી આપી હતી. બેઠકમાં જીલ્લા અનુ.જાતિ મોરચના જીલ્લા હોદેદારો, મંડળના પ્રમુઅ-મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનું સંચાલન જીલ્લા અનુ.જાતિ મહામંત્રી લાલજીભાઇ આઠુંએ અંતે આભારવિધી જીલ્લા અનુ.જાતિ મોરચાના મહામંત્રીશ્રી જીતુભાઇ ચોૈહાણે ેકરી હતી.

 

(3:49 pm IST)