Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાલે રણછોડનગર વિસ્તારોમાં પથસંચલન : ઘોષ બેન્ડ ગુંજી ઉઠશે

રાજકોટ તા. ૨૯ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાલે તા. ૩૦ ના રવિવારે વિરાટ પથ સંચલન થશે. મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં રણછોડનગર વિસ્તારના રાજમાર્ગો પરથી પથ સ઼ચલન સ્વરૂપે પ્રસ્થાન કરશે. જેના કદમથી કદમ મળે તેના મનથી મન મળે તેવા ભાવ સાથે આ પથ સંચલન કરવામાં આવે છે. ઘોષબેન્ડના બે પથકો સાજે જોડાશે. જેમાં આનક, પણવ, બ્યુગલ, વંશી, સ્વરદ (કલેરોનેટ), ટ્રમ્પેડ (તૂર્ય), સેકસોફોન (નગાંગ), ઝલ્લરી અને ત્રિભુજની વિવિધ રચનાઓથી સુરાવલીઓ ગુંજી ઉઠશે. સંચલનની મધ્યમાં પરમ પવિત્ર ભગવો ધ્વજ રહેશે. આ પથ સંચલનનો પ્રારંભ કાલે તા. ૩૦ ના રવિવારે સાંજે ૬ વાગ્યે કુવાડવા રોડ પરના ડી-માર્ટ સામેના મેદાનમાંથી થશે. સંચલન પટેલ ચોક, સેટેલાઇટ ચોક, વાલ્મિકી આવાસ થઇ ત્રિવેણીનો ગેટ, સંત કબીર રોડ, જલગંગા ચોક, બાલક હનુમાન ચોક, અલ્કા મેઇન રોડ, મામા સાહેબ રોડ થઇ ડી માર્ટવાળા રોડ પરથી સંચલન સંઘ સ્થાન પર પરત ફરશે. સર્વે નગરજનોએ પથ સંચલન નિહાળવા કમલેશ સોમપુરા (મો.૯૨૨૭૫ ૦૩૨૬૬) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

(3:48 pm IST)