Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સરદાર પટેલની પ્રતિમા માટે પ્રથમ લોહદાન કોટક સ્કૂલ દ્વારા થયું હતું

રાજકોટ : પાંચ વર્ષ પહેલા ૩૦/૧૦/ર૦૧૩ના રોજ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલની ૧૮ર મીટરની સમગ્ર વિશ્વસની ઉંચામાં ઉંચી પ્રતિમાનું ખાતમુર્હુત કરવામાં આવેલુ. સરદાર પટેલ આશરે પ૬ર દેશી રજવાડાઓને એકત્રીત કરીને અખંડ ભારતનું નિર્માણ કરેલુ. આ ભવ્ય ઇતિહાસને ધ્યાનમાં રાખીને કોટક સ્કૂલની છાત્રાઓએ સાયકલની ચેઇનના પ૬ર મણકા જોડીને તેની એક લાંબી ચેઇન બનાવી તેને ભારતના નકશાનો આકાર આપેલો. ત્યારના જીલ્લા ભાજપ લાલજીભાઇ સાવલીયા તથા જીલ્લા ઇન્ચાર્જ દેશીભાઇ ટાઢાણીએ છાત્રાઓના કાર્યને બીરદાવવા માટે કોટક સ્કૂલે આવીને પ્રિન્સીપાલ ડો. માલાબેન કુંડલીયાના હસ્તે આ લોહદાનનો સ્વીકાર કરેલો. આ અભિયાનને સફળ બનાવવા માટે વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભુવાએ સક્રિય ભૂમિકા અદા કરેલી. (૮.૧પ)

(3:44 pm IST)