Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કાલે તબીબોની સાયકલ રેલી : ડો.ભટ્ટાચાર્યનું બાયપાસ સર્જરીની આધુનિક પદ્ધતિ વિશે વકતવ્ય

એસોસીએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ દ્વારા આયોજન

રાજકોટ, તા. ૨૯ : એસોસીએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ દ્વારા સેવન્થ ડોકટર એસ. ટી. હિમાણી ઓરેશન વ્યાખ્યાન માળા હેઠળ દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ એવા હાર્ટ સર્જન ડો.સુધાંશુ ભટ્ટાચાર્ય આજરોજ રાજકોટ આવી રહ્યા છે.

આવતીકાલે ૩૦મીના રવિવારે સવારે ૮ વાગ્યે સાયકલ રેલીના સ્વરૂપે નાના મૌવા મેઈન રોડ (રાજનગર ચોક) ખાતેથી નીકળી બી. ટી. સવાણી હોસ્પિટલ ખાતે તમામ સર્જનો પહોંચશે.  બી.ટી. સવાણી હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે તેઓનું વ્યાખ્યાન રાખવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ડો.ભટ્ટાચાર્ય બાયપાસ સર્જરીની આધુનિક પદ્ધતિઓ વિશે તમામ ફિઝીશ્યન અને સર્જનોને સંબોધશે. સાથે સાથે તબીબો સાથે ચર્ચાઓની આપ-લે કરશે. હાલની ટેકનીકો અને તેને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે. જેમાં સ્ટેન અને ઓપરેશનની વિગતોનો પણ વાર્તાલાપ થશે.

એસોસીએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ દ્વારા આયોજીત આ ઈવેન્ટ માટે એસોસીએશન ઓફ ફિઝીશ્યન ઓફ રાજકોટ, ઈન્ડિયન મેડીકલ એસો. ઓફ રાજકોટ તથા રાજકોટ સાયકલ કલબનો પણ સહયોગ મળેલ છે.

તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે એસોસીએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટના પ્રમુખ ડો.અમિત સીતાપરા, સેક્રેટરી ડો. અમિત આચાર્ય, કમીટી મેમ્બર ડો. વિમલ હેમાણી અને ડો.જયેશ પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૭)

(3:40 pm IST)