Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ખંઢેરીના હત્યાની કોશિષના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા.૨૯: ખંઢેરીના રહીશને મારી નાખવાના ઇરાદે કરવામાં હુમલાના આરોપીની આગોતરા જામીન અરજી સેસન્સ અદાલને રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે તા.૨૩-૭-૧૮ના રોજ આરોપીઓ પોલા પરબત, દેવાયત પોલાભાઇ, મનવીર પોલાભાઇ, લલીત ઉર્ફે જીલાભાઇ તથા અન્ય અજાણ્યા માણસો દ્વારા દ્વારા નિવાસી પ્રકાશભાઇ કાનાભાઇ સોનારાને ખંડેરી સ્ટેડીયમ સામે ભરડીયા સામે ખંડેરી ગામ જવાના કાચા રસ્તા ઉપર એકસંપ કરી આરોપીઓ દ્વારા બોલેરો ગાડી માથે ચડાવી દઇ ધોકા તલવારો વડે મારમારી સોનાનુ કડુ લુટી અને પગે હાથે ગંભીર ઇજાઓ કરેલ જે સબબ ઇજા પામનારના નાનાભાઇ વિજયભાઇ કાનાભાઇ સોનારા દ્વારા આરોપીઓ વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમા આ બાબતે ઇ.પી.કો.કલમ ૩૦૭, ૩૯૫ જી.પી.એફ.  ૩૭(૧),૧૩૫ વગેરે હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી. જે સંદર્ભે આરોપીઓ પૈકી લલીતભાઇ ઉર્ફે લાલાભાઇ જીલાભાઇ બાલસરા દ્વારા આગોતરા જામીન મેળવવા અરજી કરેલ હતી.બંને પક્ષોની રજુઆત સાંભળ્યા બાદ એડીશનલ સેસન્સ જજ દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે, હાલના આરોપી/અરજદાર વિરૂધ્ધ ગંભીર ગુન્હા સબબ ફરીયાદ દાખલ થયેલ હોય તેમજ આરોપીનું  કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૂરી જણાઇ આવતુ હોય અરજદાર આરોપીને જામીન પર મુકત કરવાનુ ન્યાયિક ડીસ્ક્રીએશન વાપરવુ યોગ્ય અને વ્યાજબી જણાઇ આવતુ ન હોય અરજદાર આરોપીની આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ.ગોગીયાએ રજુઆત કરેલ હતી.(૬.૨૦)

(3:40 pm IST)