Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વડાપ્રધાનના રૂટ ઉપર બોંબ ડિસ્પોઝલ સ્કવોડનું સઘન ચેકીંગ

રાજકોટઃ આવતીકાલે બપોર બાદ રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઇ મોદીના આગમન સ્થળો અને ત્યાં જતા રસ્તાઓ ઉપર છેલ્લા સપ્તાહથી પોલીસનું સઘન ચેકીંગ ચાલી રહયું છે. આજે સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવા માટે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા પણ આવી પહોંચ્યા છે. ત્યારે એરપોર્ટથી ચૌધરી હાઇસ્કુલ અને મ્યુઝીયમ સ્થળે જતા રૂટ ઉપર બોંબ ડીસ્પોઝલ ટુકડીઓ દ્વારા આધુનીક ડીટેકટર મશીનો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. આર વર્લ્ડ (ધરમ ટોકીઝ) નજીકની ભુગર્ભ ગટરનોના મેઇન હોલ પણ અંદરથી ચકાસવામાં આવ્યા હતા. તેમજ રૂટ પર આમ પબ્લીક કે દેખાવકારો જાણ્યે અજાણ્યે અડચણ ઉભી ન કરે તે માટે બેરીકેટથી ફુટપાથો સીલ કરી દેવામાં આવેલી જોઇ શકાય છે. આ રૂટ ચોક્કસ સમય માટે બંધ પણ રાખવામાં આવનાર છે. (૪.૧૨)

(3:35 pm IST)