Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

પોલીસ વડા શિવાનંદ ઝા રાજકોટમાં: પીએમ નરેન્દ્રભાઇ મોદીના બંદોબસ્તની આખરી સમીક્ષા

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડીશ્નલ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીઆઇજી સંદીપસિંઘ, એસપી બલરામ મીણા સહિતના અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું

રાજકોટઃ આવતીકાલે સાંજે પ વાગ્યે મહાત્મા ગાંધી મ્યુઝીયમ સહિતના પ્રકલ્પો ખુલ્લા મુકવા રાજકોટ આવી રહેલા  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહીતના અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી કરી રહયા છે. એસપી કક્ષાના ૬, ડીવાયએસપી કક્ષાના ૧૯, પોલીસ ઇન્સ્પેકટર-૩૯, સબ ઇન્સ્પેકટર -૧૬૬, ર૭પ૦ પોલીસ કર્મચારીઓ, એસઆરપીની ૩ કંપની, ઘોડેશ્વાર પોલીસ, બોંબ ડીસ્પોઝલ સ્કવોડની ૭ ટીમો અને એસપીજી સહિત ૩૦૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓ દ્વારા એરપોર્ટથી લઇને મોદીજીના કાર્યક્રમ સ્થળો સુધીના તમામ રસ્તાઓ ઉપર ચકલુય  ફરકે નહિ તેવી સજ્જડ સુરક્ષા ગોઠવવામાં આવી છે. સલામતીના તમામ બંદોબસ્તની આખરી સમીક્ષા કરવા આજે બપોરે રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા સર્કિટ હાઉસ આવી પહોંચ્યા છે. બપોરે તેમના આગમન સમયે  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડીશ્નલ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીઆઇજી સંદીપસિંઘ,  એસપી બલરામ મીણા સહિતના અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા) (૪.૧૧)

(3:34 pm IST)