Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાજકોટ બાર એસો. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બીસીજી અને બીસીઆઇના સભ્ય દિલીપભાઇ પટેલ અને હિતેષભાઇ દવે અને એડવોકેટ રોહિત ઘીયાનું સન્માન કરાયું હતું: મુખ્ય સેસન્સ જજ ગીતાબેન ગોપી દ્વારા કાર્યક્રમનું ઉદ્દઘાટનઃ વકીલો ઉપરાંત કોર્ટ સ્ટાફ પણ રકતદાન કેમ્પમાં જોડાયા

રાજકોટ તા. ર૯: રાજકોટ બાર એસો. દ્વારા આજે સ્વ. એડવોકેટ મોહનભાઇ સાયાણીના સ્મણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

રાજકોટ સિવિલ હોસ્પીટલના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં રાજકોટ બાર એસો.ના હોદેદારો કારોબારી સભ્યો ઉપરાંત શહેરના સીનીયર-જુનિયર વકીલોએ રકતદાન કરીને સામાજીક યોગદાન પુરૃં પાડયું હતું.

આ પ્રસંગે રાજકોટ જીલ્લાના મુખ્ય પ્રિન્સીપાલ સેસન્સ જજ શ્રી ગીતાબેન ગોપી દ્વારા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય સેસન્સ જજ સહિતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં મેમ્બર તરીકે નિમાયેલ દિલીપભાઇ પટેલ તથા ગુજરાત બાર કાઉન્સીલમાં સભ્ય તરીકે નિમાયેલ એડવોકેટ હિતેષ દવે તેમજ તરૂણ સ્પર્ધામાં અનેરી સિધ્ધી પ્રાપ્ત કરવા અંગે એડવોકેટ રોહિતભાઇ ઘીયાનું સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય સેશન્સ જજ શ્રી ગીતાબેન ગોપીએ પ્રાસંગીક ઉદ્દઘાટન કર્યું હતું. દિલીપભાઇ પટેલનું બાર એસો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇએ સન્માન કર્યું હતું. જયારે હિતેષભાઇ દવેનું સન્માન બાર.ના ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણીએ કર્યું હતું. એડવોકેટ રોહિતભાઇ ઘીયાનું બાર એસો.ની કારોબારી કમિટિએ સન્માન કર્યું હતું.

આ પ્રસંગે સ્વ. એડવોકેટ મોહનભાઇ સાયાણીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ સીનીયર એડવોકેટ એન. એસ. ભટ્ટ, અભયભાઇ ભારદ્વાજ, પિયુષ શાહ, કમલેશ શાહ અને વિવિધ બાર એસો.ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ બાર. એસો.ના પ્રમુખશ્રી અનિલભાઇ દેસાઇ, ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી દિલીપભાઇ જોષી, જો. સેક્રેટરી રૂષીરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્વિન ગોસાઇ તેમજ કારોબારીમાં સંદિપ વેકરીયા, અજય પીપળીયા, ગૌરાંગ માંકડ, એન્જલ સરધારા, મીનાક્ષીબેન ત્રિવેદી, રોહિત ઘીયા, નિશાંત જોષી, કૌશિક વ્યાસ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં કોર્ટ કર્મચારીઓએ પણ રકતદાન કર્યું હતું.

(3:33 pm IST)