Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રૈયાધાર પાસે નિર્માણ થશે શ્રીનાથજીની હવેલી

૩૦૦૦ વાર જગ્યામાં 'વ્રજધામ' : વિઠલાણી પરિવારનો સહયોગ : કાલે રાત્રે વધાઇ મહોત્સવ

રાજકોટ તા. ૨૯ : શહેરના રૈયાધાર , શાંતિનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ૩ હજાર વાર જગ્યામાં શ્રીનાથજીની હવેલી 'વ્રજધામ'નું નિર્માણ થવા જઇ રહ્યુ છે.

આ અંગેની વિગતો નિર્માણ માટેના સહયોગીઓએ અકિલા ખાતે વર્ણવી હતી. મહેશભાઇ બાલુભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ બાલુભાઇ વિઠ્ઠલાણીના પિતા બાલુભાઇ જગજીવનભાઇ વિઠ્ઠલાણી તથા માતા શ્રીમતી શાન્તાબેન બાલુભાઇ વિઠ્ઠલાણીના સ્વપ્નને સાકાર કરવા આ અનેરો સંકલ્પ કરાયો છે.

વૈષ્ણવો નીજ દર્શનનો લાભ લઇ શકે તે માટે ૩૦૦૦ વાર જગ્યામાં પ હજાર ફુટના બાંધકામ સાથે 'વ્રજધામ' ઉભુ કરાશે.  જેમાં પુષ્ટી સંપ્રદાયની લાયબ્રેરી, બાળકો માટેપાઠશાળા, યુવા કેન્દ્ર, કીર્તન પ્રશિક્ષણ કેન્દ્ર, સેવા સહાય કેન્દ્ર સહીતના પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.

વ્રજધામ હવેલીના પ્રણેતા વૈષ્ણવ સમાજના પ્રેરણામૂર્તી આચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી મહાપ્રભુજીના ૧૭ માં વંશજ છે. સંસ્કૃતમાં તેઓ માસ્ટર્સ સુધીનો અભ્યાસ કરી શ્રીમદ્દગીતા, ભાગવત, ઉપનીષદ, જયોતિષ શાસ્ત્રનો ઉંડો અભ્યાસ ધરાવે છે. તેમના વચનામૃતનો લાભ પણ અહીં પશળે.

આ વ્રજધામન હવેલીના નિર્માણની સમગ્ર વૈષ્ણવોને વધાઇ આપવા કાલે તા. ૩૦ ના રવિવારે રાત્રે ૮ થી ૧૧.૩૦ શીતલ પાર્ક, બી.આર.ટી.એસ. બસ સ્ટોપ પાસે, રામાપીર ચોકડી નજીક, પારીજાત પાર્ટી પ્લોટની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ભજન સંધ્યા (શ્રીનાથજીની ઝાંખી) દિપકભાઇ જોશી વૃંદ દ્વારા કરાવવામાં આવશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા સુર્યકાન્તભાઇ વડગામા (મો.૯૪૨૬૮ ૧૯૮૩૪), અરવિંદભાગ ગજજર (મો.૯૪૨૭૨ ૦૭૧૨૧), અલ્પેશભાઇ ખંભાયતા (મો.૯૮૯૮૭ ૦૦૨૦૦), પરેશભાઇ વિઠ્ઠલાણી (મો.૯૪૨૬૮ ૧૭૫૦૧), દીપ મહેશભાઇ વિઠ્ઠલાણી (મો.૯૪૨૮૦ ૫૫૬૯૧), રાજ પરેશભાઇ વિઠ્ઠલાણી, ભાષ્કરભાઇ સોની, કૌશિકભાઇ મુંડીયા, સુર્યકાન્તભાઇ નાયરોબીવાળા, હરીશભાઇ પટણી દુબઇવાળા, રાજુભાઇ પટણી દુબઇવાળા, મહેશભાઇ વિઠ્ઠલાણી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:32 pm IST)