Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ચોમાસાની વિદાય શરૂ : ૨ - ૩ દિવસમાં પંજાબ, હરિયાણા, યુપી, એમપી, ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લેશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ હાલ જે ગરમીનું પ્રમાણ છે તેના કરતાં મંગળવારથી વધશે : આવતા અઠવાડીયે અરબી સમુદ્રમાં સિસ્ટમ્સ બનશે

પશ્ચિમ રાજસ્થાનના લગભગ ભાગો અને કચ્છ નોર્થ તેમજ નોર્થ અરેબિયન સીમાંથી ચોમાસાએ આજે વિદાય લીધી છે.

ચોમાસુરેખા રાજસ્થાનના અનુપગઢ, નાગોર, જોધપુર, જાલોર થઈ નલીયા, અરબી સમુદ્રમાં ૨૩ ડિગ્રી નોર્થમાંથી પસાર થાય છે. આવતા બે - ત્રણ દિવસમાં રાજસ્થાનના બાકીના ભાગો પંજાબ (થોડો), હરીયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, ગુજરાતના અમુક ભાગો અને બાકીના નોર્થ અરેબિયન સીમાંથી પસાર થાય છે.

દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી તડકા શરૂ થયા છે. હાલમાં તાપમાન નોર્મલથી બે ડિગ્રી ઉંચુ જોવા મળે છે. જેમ કે અમદાવાદમાં ૩૬.૧ (નોર્મલથી એક ડિગ્રી ઉંચુ), રાજકોટ ૩૮ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), અમરેલી ૩૭.૮ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ) અને ભુજમાં ૩૮.૬ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ) ગઈકાલે તાપમાન નોંધાયેલ.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા.૨૯ સપ્ટેમ્બરથી તા.૬ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવે છે કે, તા.૨ થી ૬ ઓકટોબર દરમિયાન ગરમી જે હાલ છે તેના કરતા વધશે.

તેઓ આગોતરૂ એંધાણ કરતા જણાવે છે કે, આવતા અઠવાડીયે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ્સ બનશે જે આવતા દિવસોમાં મજબૂત થાય તેવો અનુમાન છે. જો કે ફોરકાસ્ટ ટ્રેકમાં હાલ અનિશ્ચિત છે. આ સિસ્ટમ્સ કઈ તરફ જાય તે હાલના અનુમાનો મુજબ નક્કી નથી.(૩૭.૮)

(3:30 pm IST)