Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વડાપ્રધાનનાં કાર્યક્રમ માટે ૧૩ સ્થળોએ બસ સહિતનાં વાહનોની પાર્કીંગ વ્યવસ્થા

રાજકોટ તા. ર૯ :.. આવતીકાલે ચૌધરી હાઇસ્કુલમાં યોજાનર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભામાં આવનારા લોકો માટે ૧૩ સ્થળે વાહન પાર્કીંગની વ્યવસ્થા કરાઇ છે. આર. ટી. ઓ. એ જાહેર કર્યા મુજબ શાસ્ત્રી મેદાનમાં બહારગામની બસ ત્થા રેસકોર્સ મેદાનમાં ૩૦૦ સ્કુલ બસ, જામનગર રોડ પર બોયઝ હોસ્ટેલમાં મોરબી, રાજકોટ જીલ્લાનાં ગામડાની બસ પોલીસ હેડ કવાર્ટરમાં ૪પ એસ. ટી. બસ, અને નવી કલેકટર કચેરીમાં વી. વી. વી. આઇ. પી. પાર્કીંગ, કુંડલીયા કોલેજ, બહુમાળી ભવન, આઇ. પી.મીશન સ્કુલ, કોર્ટ સંકુલ, ડી. એચ. કોલેજ, વગેરે સ્થળોએ  પાર્કીંગ વ્યવસ્થા છે તેમ આર. ટી. ઓ. નાં અધ્યક્ષની યાદીમાં જણાવાયું છે.  (પ-ર૭)

(3:29 pm IST)