Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાજકોટના ઉમદા રાજવી અને રાજકીય ક્ષેત્રે પ્રતિભાશાળી વ્યકિતત્વ ગુમાવ્યાનું દુઃખઃ સ્વ. મનોહરસિંહજી જાડેજાને શ્રધ્ધાંજલિ પાઠવતા મેયરશ્રી તથા ડે. મેયર

 રાજકોટ, તા.૨૯: માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય તથા ડે. મેયર અશ્વિનભાઈ મોલીયાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવેલ છે કે, રાજકોટના ઉમદા રાજવી રાજકીય ક્ષેત્રે પ્રતિભાશાળી વ્યકિતત્વ ધરાવતા પ્રખર વકતા મનોહરસિંહજી જાડેજાના દુઃખદ નિધન બદલ દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે મનોહરસિંહજીનું જીવનના ઉચ્ચ મૂલ્યો સાથે પ્રતિબધ લોકસેવક તરીકે કામગીરી કરી હતી. તેઓ ઉત્ત્।મ વકતા હતા. સાથે તેઓ ક્રિકેટર, લોકનેતા, કવિ અને વહીવટી કુશળતા ધરાવતા હતા, તેઓ અત્યંત લોકપ્રિય નેતા અને લોકશાહીના જાગૃતિપ્રેરી હતા. તેઓ લોકોના વિવિધ પ્રશ્નોની અસરકારક  રજૂઆતો કરતા હતા. તેઓ બહુમુખી પ્રતિમાના સ્વામી વિનમ્ર અને વિચક્ષણ રાજપુરુષ હતા. સૌરાષ્ટ્રના રાજવી પરિવારોમાં અંત્યંત ગૌરવ યુકત અને ગરીમા પૂર્વ સ્થાન ધરાવતા હતા, તેઓ રાજવંશી પરંપરા સાથે લોકશાહી મુલ્યોના અગ્રણીય રક્ષક હતા. સામાન્ય લોકોના પ્રશ્ન માટે તેઓ સતત ચિંતિત રહેતા. તેઓએ જાહેર જીવનના ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે. તેમના નિધનથી રાજકોટ જ નહિ પરંતુ ગુજરાતે વરિષ્ઠ પ્રજાવત્સલ સંવેદનશીલ જન પ્રતિનિધિ ગુમાવેલ છે.(૨૨.૧૬)

(3:29 pm IST)