Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બાલાજી ઇન્ડસ્ટ્રીમાં પંકજ પટેલના કારખાનામાં અને લીલી સાજડીયાળીમાં વાડીમાં જૂગાર દરોડો

આજીડેમ પોલીસના બે દરોડાઃ ૧ લાખની રોકડ સાથે જૂગાર રમતાં ૧૩ પકડાયાઃ ત્રણ શખ્સ સાગર હીરપરા, ભાવેશ ગઢવી અને કરણ આહિર ભાગી ગયા

રાજકોટ તા. ૨૯: આજીડેમ પોલીસે માલધારી ફાટક પાસે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પટેલ શખ્સના કારખાનામાં જૂગારનો દરોડો પાડી ૭ શખસોને તથા લીલી સાજડીયાળી ગામે પટેલ શખ્સની વાડીમાં દરોડો પાડી ૬ શખ્સોને પકડી તિનપત્તી રમતાં પકડી લીધા હતાં. જ્યારે ત્રણ શખ્સ ભાગી ગયા હતાં. પોલીસે બે દરોડામાં ૧,૦૯,૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

આજીડેમ પોલીસે માલધારી ફાટક પાસે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા પંકજ પ્રભુદાસભાઇ સુતરીયા (ઉ.૪૪-રહે. સ્વામિનારાયણ ચોક ડિલકસ પાન સામેના એપાર્ટમેન્ટમાં) નામના પટેલ શખ્સના રાધે નામના કારખાનામાં જૂગાર રમાડવામાં આવતો હોવાની બાતમી પરથી દરોડો પાડી તેને તથા ધવલ ભગવાનજીભાઇ મારડીયા (ઉ.૪૦-રહે. શિવનગર-૧૨), રાકેશ મગનભાઇ આરદેસણા (ઉ.૩૫-રહે. ગોકુલધામ પાસે જલદિપ સોસાયટી-૩), મિતલ ધીરજભાઇ કુંડલીયા (ઉ.૩૮-રહે. કોપર રેસિડેન્સી આસ્થા ગ્રીન સીટી ગોંડલ રોડ), અતુલ કરસનભાઇ પરસાણીયા (ઉ.૩૯-રહે. કલ્પવન રેસિડેન્સી કોઠારીયા), વિમલ હરિભાઇ વિકાણી (ઉ.૩૦-રહે. આશ્રય ગ્રીન સોસાયટી ૧૫૦ રીંગ રોડ) તથા જીતેન્દ્ર નાથાભાઇ માખણસા (ઉ.૪૨-રહે. ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે ગોલ્ડન પથ-૨૦૧)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૮૪૨૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

જ્યારે બીજો દરોડો લીલી સાજડીયાળી ગામે વાડીમાં પાડવામાં આવ્યો હતો. અહિ આવેલી લવજીભાઇ ભાદાભાઇ રામાણીની વાડીમાં સાગર હીરપરા જૂગાર રમાડતો હોવાની બાતમી મળતાં પોલીસ ત્રાટકતાં ભાવેશ વિનુભાઇ રામાણી (ઉ.૩૨-રહે. વિરાટનગર-૪), ચેતન માણસુરભાઇ મંડ (ઉ.૩૩-રહે. મણીનગર-૨), પરેશ દાદુભાઇ છૈયા (ઉ.૪૬-રહે. ભારતીનગર-૧), ચિરાગ વસંતભાઇ કથીરીયા (ઉ.૩૨-સુભષાનગર-૫, કોઠારીયા રોડ) તથા વિજયભારથી અશ્વિનભારથી ગોસ્વામી (ઉ.૨૪-રહે. નંદા હોલ પાછળ ભારતીનગર-૧)ને ટોકનથી તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૫૫૦૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી. દરોડો પડતાં સાગર હીરપરા તથા ભાવેશ ગઢવી અને કરણ આહિર ભાગી ગયા હતાં.

બંને દરોડામાં પી.આઇ. પીએન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ ભીંસડીયા સહિતની ટીમ જોડાઇ હતી. (૧૪.૫)

 

(12:07 pm IST)