Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

 રાજકોટ : ચંદ્રવંશ શિરોમણી જાદવરાય ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી, ભગવાન શ્રી કૃષ્ણના વંશજો એવા ચંદ્રવંશી જાદવ (જાદૌન) રાજપૂતો, ચંદ્રવંશી ભટ્ટી (ભાટી) રાજપૂતો તેમજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવી. અતિથિ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલ. મહાઆરતી, કેક કાપી, મટકી ફોડ, પરંપરાગત રાસ ગરબા, આતશબાજી અને તલવારબાજી વગેરે કાર્યક્રમો યોજાયેલ. આ કાર્યક્રમમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી જયરામદાસબાપુ, ખોડીયારધામ આશ્રમ કાગદડી, રાજસિંહ શેખાવત (અધ્યક્ષ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ), ચંદુભા પરમાર, જયદીપસિંહ ભાટી, યુવરાજસિંહ ડોડીયા, બહાદુરભાઈ માંજરીયા, ભગીરથભાઈ ખુમાણ, ધમભા માંજરીયા, હિતુભા ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, યોગરાજસિંહ તલાટીયા, ભુપતસિંહ જાદવ, મહેન્દ્રસિંહ જાદવ, રમેશસિંહ જાદવ, ઉદયસિંહ જાદવ, રણજીતસિંહ જાદવ, મનીષસિંહ ભાટી, સહદેવસિંહ ભાટી, કુલદીપસિંહ ભાટી, વિપુલસિંહ ભાટી, માલદેવસિંહ ભાટી, વિરેનસિંહ સિંધવ, સહદેવસિંહ હેરમા, સુરૂભા ડોડીયા, ભાવસિંહ ડોડીયા, મહિપતસિંહ ખેર, જયદીપસિંહ ડોડીયા, પ્રવિણસિંહ સિંધવ તેમજ રાજસ્થાન રાજપૂત સમાજના દિલેરસિંહ ભાટી (બારૂ સ્ટેટ), સુરેન્દ્રસિંહ ભાટી (બાડમેર), નરપતસિંહ ભાટી (જેસલમેર), ભવાનીસિંહ ભાટી (જેસલમેર), સલવાલસિંહ ભાટી (બાડમેર), લક્ષ્મણસિંહ ભાટી (જેસલમેર), હનુમાનસિંહ ભાટી (જેસલમેર) ઉપસ્થિત રહેલ.

(3:47 pm IST)