Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

શહેર ભાજપ કાર્યાલયે સંગઠન પર્વ સંરચના અંતર્ગત બેઠક

 પ્રદેશ ભાજપની યોજના અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતાં તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા, સંગઠન સંરચના ના સહઅધિકારી અતુલ પંડિત, રક્ષાબેન બોળીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા નિતીન ભારદ્વાજ તથા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે સંગઠન પર્વ અંતર્ગત શહેરના તમામ વોર્ડના તમામ બુથમાં સક્રિય સભ્યો તેમજ સંગઠન સંરચના અંતર્ગત આગામી સમયમાં બુથસમિતિ, વોર્ડ સમિતિ અને મહાનગર સમિતિના સભ્યોની વરણી કરવામાં આવનાર છે અને આ અંગેની રાજકોટ મહાનગરની કાર્યશાળા આગામી તા. પ સપ્ટેમ્બરના રોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિમાં યોજાવાની છે તે અંતર્ગત કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારીઓ, પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ સંગઠન પર્વના સરપંચના સહઅધિકારી તરીકે પૂર્વ કોર્પોરેટર અતુલ પંડિત અને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાની નિમણુંકને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ તથા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી. આ બેઠકમાં સાંધિક ગીત મનીષ ભટ્ટે કર્યું હતું.

(3:47 pm IST)