Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રણછોડનગર વિસ્તારમાં પત્નિની હત્યાના ગુનામાં પતિની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ તા ૨૯  : શહેરના સામાકાંઠે આવેલા રણછોડનગર શેરી નં.૪ માં રહેતી પત્નીનું ગળુ દબાવી કરપીણ હત્યા નિપજાવવાના  બનાવમાં જેલ હવાલે કરેલા  પતિની માનવતાના ઘોરણેની જામીન અરજી અદાલતે નામંજુર કરી છે.

વધુ વિગત મુજબ શહેરના રણછોડનગર  શેરી નં.૪ મા ં રહેતી વર્ષાબેન વાઢેર નામની ૩૫ વર્ષીય પરિણીતાની તેના  પતિ અશોક વાઢેર નામના શખ્સે ગળુ દબાવી કરપીણ હત્યા નિપજાવવાની ફરિયાદ વિજય મુળુ ચોૈહાણે નોંધાવતા પોલીસેહત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી, તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલ અશોક વાઢેરે માનવતા ધોરણે જામીન ઉપર છુટવા અરજી કરી હતી, જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષની દલીલ ધ્યાને લઇ અધિક સેશન્સ જજ કે.ડી. દવે એ અશોક વાઢેરની માનવતાના ધોરણેની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કામે સરકાર પક્ષે એ.પી.પી. તરીકે સમીર ખીરા ઉપસ્થિત રહયા હતા.

(3:43 pm IST)