Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કોટેચા પરિવારના આંગણે કાલે રામાપીરના તેડા રામામંડળ

રાજકોટ, તા. ૨૯ : અહિંના કોઠારીયા મેઈન રોડ ઉપર પોલીસ ચોકીની સામેની શેરીમાં અંબા ભવાની બેકરી ચોકમાં આવેલ મ્યુ.કોર્પો.ના હુડકો કવાર્ટર ખાતે કોટેચા પરિવારના આંગણે રામાપીરના તેડા રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાલે શુક્રવારે સવારે ૮ વાગ્યે મહાકાળી રામામંડળ (ગામ હમાપર, તા.ધ્રોલ, જિ.જામનગર) દ્વારા રામામંડળ રજૂ કરાશે. સાંજે પાંચ વાગ્યે સામૈયા નીકળશે. બાદ મહાપ્રસાદ યોજાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિજુડી (કોમેડીયન કલાકાર) જમાવટ કરશે.

કાન્તિભાઈ જોબનપુત્રા, સન્નીભાઈ કોટેચા અને નિલેશભાઈ કોટેચા દ્વારા નિમંત્રણ અપાયુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)