Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભાડુની મકાનમાં થયેલ બાંધકામના કેસમાં નીચેની કોર્ટના હુકમને અપીલમાં બહાલી

રાજકોટ, તા. ર૯ : સને ૧૯૯૪માં વિનોદ ફુલસિંગ જરીયાએ ભાડુતી મકાન વાપરતા બાબુભાઇ દયાળસિંગ જરીયા દ્વારા જર્જરીત દીવાલને રીપેરીંગ કરાવેલ અન્વયે મકાન માલિક દ્વારા કરેલુ ચણતર કામ દૂર કરેલો દાવો રદ થતા સને ર૦૧રમાં અપીલ કરી હતી. જે અપીલ એડી. ડીસ્ટ્રીક જજ ડી.ડી. ઠક્કરે રિસ્પોન્ટેડ બાબુભાઇ દયાળસિંગ જરીયાના એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયાની રજૂઆત ગ્રાહ્મ રાખી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતો મુજબ શહેરના વિજય પ્લોટ ૭ ગોંડલ રોડ પર છેલ્લા ૮૦ વર્ષથી ભાડુઆત તરીકે નિવાસ કરતા બાબુભાઇ દયાળસિંગ જરીયાના મકાનમાં ૧૯૯૪ની સાલમાં જર્જરીત દીવાલ વરસદના કારણે પડી જતા જર્જરીત દિવાલનું ચણતરકામ કરાવ્યું હતું જે બદલ મંજૂરી ન મેળવી હોય તેવા ખોટા આક્ષેપ સાથે મકાન માલિક વિનુભાઇ ફુલસિંહ જરીયાએ કોર્ટમાં દિવાની મુકદમો કેસ કર્યો હતો જે કેસ ૧પ-પ-ર૦૧ર કોર્ટમાં ચાલી જતા એડીશનલ ડીસ્ટ્રીક જજે ભાડુઆત બાબુભાઇ દયાળસિંગ જરીયાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને વિનુભાઇનો દિવાની મુકદમો કેસ રદ કર્યો હતો.

આ ન્વયે મકાન માલિક વિનુભાઇ ફુલસિંહ જરીયાએ અપાયેલ જજમેન્ટ તથા હુકમના વિરૂદ્ધમાં અપીલ અરજી ૩૦-પ-ર૦૧રમાં કરી હતી જે અપીલને ધ્યાનમાં રાખી કેસ સ્મોલ કોર્ટમાં ચાલ્યો હતો. જયાં બંને પક્ષકારોને પુરાવા અને પક્ષકારોની રજુઆતો ધ્યાને લઇને ર૧-૮-ર૦૧૮ના રોજ વિનુભાઇ જરીયાની અપીલ રદ કરી હતી. જયારે જયારે ભાડુઆતી બાબુભાઇ ડી. જરીયાની તરફેણમાં નીચલી અદાલતમાં કાયમી રાખતો હુકમ ફરમાવ્યો હતો. બાબુભાઇની તરફેણમાં જયેન્દ્ર એચ. ગોંડલીયા, હીરેન ડી. લીબડ, રાજેશ ડાંગર, હિતેન્દ્ર ગોસ્વામી, નેમીશ જોશી રોકાયેલા હતાં. (૮.૧પ)

(4:17 pm IST)