Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કાલે વિજયભાઇ રૂપાણીના હસ્તે અમરજીત નગરના ૨૬૧ રહેવાસીઓને સનદ વિતરણ

એરપોર્ટ રોડ પર સાંજે ૪.૩૦ કલાકે કાર્યક્રમઃ કાલે સવારે ૪થા તબકકાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ

રાજકોટ, તા.૨૯:  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૦૨માં આવેલ અમરજીત નગરના રહેવાસીઓને સનદ અર્પણ વિધિ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૩૦ ના એરપોર્ટ રોડ બગીચાની બાજુના ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પ્લાનીંગ કમિટીના ચેરમેન અનીતાબેન ગૌસ્વામી, એ જણાવ્યુ હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, પુર્વ મેયર ડાઙ્ખ.જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસકપક્ષ દંડક અજયભાઈ પરમાર, વોર્ડ નં-૦૨ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, મનીષભાઈ રાડીયા, ડાઙ્ખ.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલ, તેમજ વોર્ડ નં-૦૨ના પ્રભારી નરેન્દ્રભાઈ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, વિગેરે ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા પહોળો કરતા જેમાં બાવળિયાપરા, હિંગળાજનગર, છોટુનગર, વિગેરેના જુદા જુદા અસરગ્રસ્તોને ૧૯૯૧-૯૨ થી ૧૯૯૬ દરમ્યાન અમરજીત નગરમાં ૨૫ ચો.મી અને ૪૦ ચો.મી પ્લોટ ફાળવવામાં આવેલ. અમરજીત નગરના આશરે ૨૬૧ લાભાર્થીઓને સનદ અર્પણ કરવામાં આવશે.

અમરનગરમાં કાલે સવારે સેવાસેતુ કાર્યક્રમ

સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એક સંયુકત યાદીમાં જણાવે છે કે,  સરકારની જુદી જુદી યોજનાઓ માટે લોકોને પોતાના દ્યર આંગણે સેવાનો લાભ મળે તેવા હેતુથી રાજય સરકાર દ્વારા ચોથા તબક્કાનો સેવાસેતુ યોજવા નિર્ણય કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ સરકારની યોજનાઓ તેમજ  મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો વિગેરેના નિકાલ માટે તા.૩૦ના રોજ વોર્ડ નં-૦૨માં એરપોર્ટ રોડ પર આવેલ બગીચાની બાજુના ગ્રાઉન્ડમાં સવારે ૧૦:૦૦ કલાકે ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસકપક્ષ દંડક અજયભાઈ પરમાર, વોર્ડ નં-૦૨ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, મનીષભાઈ રાડીયા, ડાઙ્ખ.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલ, તેમજ વોર્ડ નં-૦૨ના પ્રભારી નરેન્દ્રભાઈ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, વિગેરે ઉપસ્થિત રહેશે.

(4:15 pm IST)