Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ત્રણ રીઢા શખ્સો વાહન ચોરીના ગુનામાં પકડાયાઃ ત્રણ ગુના ડિટેકટ

હિતેષ, મોહિત અને પાર્થ અગાઉ ચોરી, ચિલઝડપ, પોકસો, દારૂ સહિતના ગુનામાં પકડાઇ ચુકયા છે : હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા અને અમિતભાઇ ટુંડીયાની બાતમી

રાજકોટ તા. ૨૯: ક્રાઇમ બ્રાંચે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને પકડી લીધા છે. આ ત્રણેય અગાઉ ઘરફોડ, ચિલઝડપ, પોકસો, દારૂ, મોબાઇલ ચોરી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયા છે. હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા અને કોન્સ. અમિતભાઇ ટુંડીયાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

ક્રાઇમ બ્રાંચે દુધ સાગર રોડ પરથી હિતેષ કનકભાઇ જાંબુકીયા (ઉ.૨૧-રહે. બેડીપરા શ્રમજીવી સોસાયટી-૪), મોહિત સવશીભાઇ ઓતરાદીયા (ઉ.૧૯-રહે. બેડીપરા શ્રમજીવી-૪) અને પાર્થ કનુભાઇ ખાચર (ઉ.૨૨-રહે. માધાપર ચોકડી વ્હોરા સોસાયટી પાસે પરાસર પાર્ક રોડ)ને ચોરાઉ વાહન સાથે અટકાયતમાં લઇ આકરી પુછતાછ કરવામાં આવતાં ત્રણેયે કુલ ત્રણ વાહન ચોરી કબુલી હતી. જેમાં ચાર માસ પહેલા મોરબી રોડ જકાત નાકા પાસેથી એક ટુવ્હીલર, છ માસ પહેલા રણછોડનગરમાંથી એક બાઇક તથા સાડા ચારેક મહિના પહેલા સંત કબીર રોડ પરથી એક બાઇકની ચોરી કર્યાનું કબુલ્યું છે.

હિતેષ જાંબુકીયા અગાઉ ચિલઝડપ, ઘરફોડ ચોરી, પોકસોના ગુનામાં મદદગારી તથા ઇંગ્લીશ દારૂ અને વાહન ચોરીના ગુનામાં તથા મોહિત મોબાઇલ ચોરીમાં અને પાર્થ પોકસો હેઠળના ગુનામાં પકડાઇ ચુકયો છે. પોલીસે નંબર વગરનું ૩૦ હજારનું એકટીવા કબ્જે કરાયું છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ આર. રાણા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. સોૈકતખાન ખોરમ, અમિત ટુંડીયા સહિતે પેટ્રોલીંગ દરમિયાન આ ડિટેકશન કર્યુ હતું. (૧૪.૮)

(4:14 pm IST)