Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મવડી ચોકડીએ મોતના ખાડા...

રાજકોટઃ મવડી ચોકડી-૧પ૦ ફૂટ રીંગ રોડ પર ભૂગર્ભ ગટરનો મોટો ખાડો પડી ગયો છે, ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે, પરંતુ પાંચ દિવસથી અહીં કોઇ નેતા કે તંત્ર ફરકયું નથી. મોટો અકસ્માત થાય તેની કદાચ રાહ જોવાતી હશે... તસવીરમાં દેખાતા ખાડા ટ્રાફિકને પણ અડચણરૂપ છે 'અકિલા' ફેસબૂક લાઇવના એક શ્રોતા ડી. કે. પટેલે આ અંગે પ્રેસનું ધ્યાન દોર્યું હતું. લોકો જાગૃત છે, પરંતુ તંત્ર અને સત્તાધીશોને ફરજનું જરાપણ ભાન હોય તેમ લાગતું નથી. ખાડા ઉપરાંત મવડી ઓવરબ્રીજ પાસેથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા બ્રીજની બંને સાઇડ બ્લોક કે ડામર કરવો જરૂરી છે. ઓટા ડિમોલેશન કરતા પૂર્વે આ કામ થાય તો ટ્રાફિકને ઘણો ફરક પડે તેમ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:12 pm IST)