Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા 'હેલ્ધી બેબી કોમ્પીટીશન : ૪૦૦ ભુલકાઓએ ભાગ લીધો : વિજેતાઓને એવોર્ડઝ એનાયત

રાજકોટ : જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'હેલ્ધી બેબી કોમ્પીટીશન'નું આયોજન કરાયુ હતુ. જેમાં ૧ થી ૩ અને ૩ થી પ એમ બે વયજુથમાં બોયઝ અને ગર્લ્સના બે વિભાગમાં કુલ ૪૦૦ બાળકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર દરેકને રૂ.૨૫૦ નું રીલાયન્સ મોલમાં ક્રેઝી વર્લ્ડ ગેમ્સ ઝોનમાં વાવચર, સર્ટીફીકેટ, આકર્ષક રીટર્ન ગીફટ અપાયા હતા. જલારામ હોસ્પિટલ ખાતે ભાગ લેનાર તમામ બાળકોનું નિષ્ણાંત ડોકટરો દ્વારા ચેક અપ કરાયુ હતુ. બીજા દિવસે મ્યુઝીક અને ડાન્સની ધમાલ વચ્ચે કુલ ૬૦ બાળકોને એવોર્ડઝ અને ૧૦ બાળકોને સ્પેશ્યલ એપ્રિશિએશન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મેયર બીનાબેન આચાર્યએ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા હતા. સ્પર્ધા માટે વિડીયોકોન, આઇએનજી, વૈશ્ય બેન્ક, તારા જવેલર્સ, નાગરીક બેન્ક, મારૂતિ કિડઝ વેર, સર્વોદય સ્કુલ, સ્માર્ટ કીડઝ, પરિવાર એડનો સહયોગ મળ્યો હતો. સમગ્ર કોમ્પીટીશનના ફોટોગ્રાફસ પરિવાર એડ હેલ્ધી બેબી કોમ્પીટીશન ફેસબુક પેઇઝ પર નિહાળી શકાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રાકેશ વલેરાની રાહબરી હેઠળ પ્રોજેકટ ચેરમેન અતુલ આહ્યા, મહિલા પાંખના પ્રમુખ હીના નર્સિયન, પ્રોજેકટ ડાઇરેકટર પાયલ જોશી, મેઘા ચાવડા, રાજકોટ સિલ્વર ટીમ મેમ્બર્સ, પાસ્ટ પ્રેસીડેન્ટસ, મહીલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જેસીઆઇ રાજકોટ સિલ્વરમાં સભ્યો નોંધણી ચાલુ હોય જોડાવા ઇચ્છુક ૨૧ થી ૪૦ વર્ષની વયના યુવક યુવતીઓએ પ્રમુખ રાકેશ વલેરા (મો.૯૮૭૯૫ ૭૮૭૮૬), સેક્રેટરી પ્રશાંત સોલંકી (મો.૯૯૦૪૭ ૦૦૬૨૮), વી. પી. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વૈશાલી માનસેતા (મો.૭૪૦૫૮ ૮૮૮૦૪), પી.આર.ઓ. હરીકૃષ્ણ ચાવડા (મો.૯૦૦૦૨ ૦૯૮૫૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:02 pm IST)